________________
કરે છે, તે આત્મતત્ત્વની પ્રાપ્તિના એકમાત્ર ઉદ્દેશથી કરે છે. સ્વ-પરના આત્માને તત્ત્વની પ્રાપ્તિ માટે ગીતાર્થ મહાત્માઓએ જે આચરણ શરૂ કર્યું હોય તે તત્ત્વજ્ઞાનપૂર્વકનું જ હોય છે. અન્યથા તે આત્મતત્વની પ્રાપ્તિનું કારણ નહીં બને.
સંવિગ્નગીતાર્થમહાત્માઓના આચરણને છોડીને અન્ય જે શ્રાદ્ધમમત્વાદિ આચરણ છે; તે મોહથી જન્ય છે. ગ્રન્થકાર પરમર્ષિએ અહીં મોહને ગારવામગ્નતાસ્વરૂપે વર્ણવ્યો છે. રસગારવ, ઋધિગારવ અને શાતાગારવ આ ત્રણ ગારવ છે. આત્માને કર્મથી લચપચ (લિમ) કરનાર ગારવ છે. પાંચ ઇન્દ્રિયના વિષયની આસક્તિ રસગારવ છે. માનપાન અને વૈભવાદિની આસક્તિ ઋદ્ધિગારવ છે અને સુખની આસક્તિવિશેષ શાતાગારવ છે. અનાદિકાળથી ચાલી આવતા અનાચારનું કારણ; એ ગારવની મગ્નતા છે. સર્વવિરતિધર્મને અને પરમશ્રેષ્ઠ કોટિના જ્ઞાનને પ્રાપ્ત
ર્યા પછી પણ ગારવની મગ્નતાને લઈને આત્મા પ્રમાદાદિપરવશ નિગોદાદિ ગતિમાં જાય છે. ગારવની મગ્નતા સાચું માનવા; સાચું સમજવા અને સારું કરવા દેતી નથી. શ્રાવકો પ્રત્યે મમત્વ અને અશુદ્ધ વસ્ત્રાપાત્ર-અશનપાનાદિનો ઉપયોગ...વગેરે આચરણો ગારમગ્નતાસ્વરૂપ મોહના કારણે છે. મૂળમાંથી જ સમજણ ન હોવી અને પ્રાપ્ત થયેલી સમજણ ઉપર આવરણ આવી જવું - એ બેમાં ઘણું અન્તર છે. પરિણામ તો બન્નેનું ખરાબ છે જ. ગારવામગ્નતાના કારણે બીજા પ્રકારનું અજ્ઞાન વિસ્તરે છે. વિષયાદિની આસતિની ભયંકરતાના કારણે તેના પરિણામ સ્વરૂપે અનેક દોષોની પરંપરા સર્જાય છે. ભયંકર વિષયની આસતિ;
E૧૯)