SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ટ જનોના આચરણના પ્રામાણ્યનું જ સમર્થન કરાય છે – प्रवाहधारापतितं निषिद्धं यन्न दृश्यते । अत एव न तन्मत्या दूषयन्ति विपश्चितः ॥३-६॥ “પ્રવાહથી ચાલી આવેલું હોય અને એનો નિષેધ કોઇ સ્થાને જોવામાં આવતો ન હોય તો આથી જ (શિષ્ટાચરણ પ્રમાણ હોવાથી જ) વિદ્વાનો પોતાની બુદ્ધિથી તેને દૂષિત કરતા નથી.' - આ પ્રમાણે છઠા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે કોઈ શિષ્ટાચરણ ક્યારે શરૂ થયું, કોણે શરૂ કર્યું, ક્યા સંયોગોમાં શરૂ ક્યું... વગેરે જાણી શકાય એમ ન હોય પરન્તુ તે વર્ષોથી ચાલતું આવ્યું હોય - એવા પ્રવાહધારાપતિત શિષ્ટાચરણનો જો કોઈએ નિષેધ કરેલો ન હોય તો, વિદ્વાનો પોતાની બુદ્ધિથી તે શિષ્ટાચરણને દૂષિત કરતા નથી. એનું કારણ એ જ છે કે શિષ્ટાચરણ પ્રમાણ છે. જો શિષ્ટાચરણ પ્રમાણ ન હોત તો પ્રવાહથી - પરંપરાથી ચાલ્યા આવતા શિષ્ટાચરણનો વિરોધ વિદ્વાનોએ પોતાની બુદ્ધિ મુજબ ચોક્કસ ક્ય હોત. આથી સમજી શકાશે કે ઉપર જણાવ્યા મુજબ જે શિષ્ટાચરણમાં શિષ્ટસંમતત્વનો સંદેહ હોય તો પણ તેને વિદ્વાનો દૂષિત (દુષ્ટ-અપ્રમાણ) કરતા નથી, તો જે શિષ્ટાચરણમાં શિષ્ટસંમતત્વ વગેરેનો નિર્ણય છે; એ શિષ્ટાચરણની પ્રામાણિક્તા અંગે કોઈ વિવાદ જ રહેતો નથી. આવા શિષ્ટાચરણને અપ્રમાણ માનવાનું ન્યાયસત નથી. આ વાતનું સમર્થન કરતાં શ્રી
SR No.023208
Book TitleMarg Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy