________________
પ્રથમ શ્રી સર્વજ્ઞભગવન્તના શબ્દને પણ માર્ગ માનવામાં આદર રહેતો નથી. કારણ કે આગમવ્યવહાર; મુતવ્યવહાર અને ધારણાવ્યવહારાદિ વ્યવહાર પ્રતિપાદક શાસ્ત્રમાં જીતવ્યવહારનું પણ પ્રાધાન્ય વર્ણવેલું છે. આમ છતાં છતવ્યવહાર - શિષ્ટાચરણ(સંવિગ્ન, અશઠ, ગીતાર્થમહાત્માઓનું આચરણ)ના પ્રાધાન્યનો આદર ન કરીએ તો જીતવ્યવહારના પ્રાધાન્યને જણાવનારા શાસ્ત્રનો અનાદર સહજ રીતે જ થઈ જાય છે. અને તેથી શાસ્ત્રનો અનાદર કરવા સ્વરૂપ નાસ્તિકતા પ્રગટ રીતે પ્રાપ્ત થાય છે. જે મિથ્યાત્વનું લિંગ છે.
મિથ્યાત્વ, ખૂબ જ ભયંકર કોટિનું પાપબન્ધનું કારણ છે. મિથ્યાત્વના કારણે બંધાતા પાપની તીવ્રતાનો ખ્યાલ ન હોય તો તેના કારણે થતા કર્મબન્ધને નિવારવાનું શક્ય નહિ બને. નાસ્તિકતા બધા જ પાપનું મૂળ છે. શ્રી સર્વજ્ઞભગવન્તના વચનનો અનાદર ક્યું પાપ નહિ કરાવે-એ એક પ્રશ્ન છે. ખરી રીતે આગમ પ્રત્યે અનાદર કરવાનું કોઈ જ કારણ નથી. તેથી વ્યવહારનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રમાં જણાવ્યા મુજબ છતવ્યવહારસ્વરૂપ શિષ્ટાચરણને પણ પ્રમાણ-મોક્ષમાર્ગ માનવો જોઈએ.
અહીં યાદ રાખવું જોઈએ કે-ગમે તેના આચરણને પ્રમાણ માનવાની વાત નથી. પણ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓના જ આચરણનું પ્રમાણ માનવાની વાત છે. સંવિગ્ન અશઠ અને ગીતાર્થ કોને કહેવાય છે એનું નિરૂપણ સ્પષ્ટપણે શાત્રે કરેલું જ છે. એ મુજબ જ આચરણને મોક્ષમાર્ગ તરીકે