________________
માનવાનું ઉચિત છે. દસ-વીસ જણા ભેગા થઈ પોતાની જાતને ગીતાર્થ સંવિગ્ન માની, શાસ્ત્રનિરપેક્ષ નિર્ણયો કરે અને એને માર્ગસ્વરૂપે પ્રમાણભૂત દર્શાવે : એની અહીં વાત નથી. આજની વર્તમાન સ્થિતિમાં નવા માર્ગને સ્થાપન કર્યા વિના શાસ્ત્રીય પ્રણાલિકાનું વ્યવસ્થાપન કરવામાં આપણા સૌનું હિત છે. માર્ગ તો સુનિશ્ચિત છે; એ માર્ગે જ્યારે ચાલવું છે-એનો જ નિશ્ચય કરવાની આવશ્યકતા છે. અચિત્ય પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થયેલા પરમતારક માર્ગની આરાધના કરવાની શક્તિ હોવા છતાં એ માર્ગને છોડીને નવો માર્ગ સ્થાપવાની પ્રવૃત્તિ સ્વ-પરના હિતનું કારણ નહિ બને...૩-રા
સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓના આચરણને જોઈને તે મુજબ પ્રવૃત્તિ કરનારા; “એકે કહ્યું માટે બીજાએ કર્યું - આ નીતિથી પ્રવૃત્તિ કરતા હોવાથી તે એક રીતે અંધપરંપરા છે. કારણ કે એ વખતે કોઈ જ્ઞાન નથી.... આવી શંકાનું નિરાકરણ કરાય છે –
अनुमाय सतामुक्ताचारेणागममूलताम् । पथि प्रवर्त्तमानानां शङ्क्या नान्धपरम्परा ॥३-३।।
સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓના આચરણથી આગમમૂલકતાનું અનુમાન કરીને માર્ગે પ્રવર્તનારા માર્ગાનુસારી આત્માઓની તે તે પ્રવૃત્તિમાં અર્ધપરંપરાની શક્કા નહિ કરવી જોઈએ." - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોનું આચરણ જોઈને “એકે કહ્યું માટે બીજાએ કર્યું અને બીજાએ કર્યું માટે