________________
બધી જ વાતો સમજાય : એવું તો નહિ બને.... ૩-૩,
સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓનું આચરણ પ્રમાણ (માર્ગ) છે : એનું સમર્થન કરાય છે –
सूत्रे सधेतुनोत्सृष्टमपि क्वचिदपोद्यते । हितदेऽप्यनिषिद्धेऽर्थे किं पुनर्नास्य मानता ॥३-४॥
“આગમમાં ઉત્સર્ગસ્વરૂપે પણ જણાવેલું; કોઈ વાર પુષ્ટ (પ્રબળ) આલંબનને લઈને અપવાદસ્વરૂપે (ઉત્સર્ગથી જુદા સ્વરૂપે) જણાવાય છે, તો હિતને કરનારું અને શાસ્ત્રમાં નિષેધ નહિ કરાયેલું એવું શિષ્ટાચરણ કમ પ્રમાણભૂત ન હોય ?” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે - આગમમાં આધાકર્મી (પૂ. સાધુ-સાધ્વી માટે તૈયાર કરેલ) આહારાદિના ગ્રહણનો ઉત્સર્ગથી સર્વથા નિષેધ કરેલો છે. આમ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સ્વરૂપ પ્રબળ આલંબનના કારણે તેવા પ્રકારના નિષેધનો નિષેધ; અપવાદસ્વરૂપે કરાય છે. પ્રમાણભૂત શ્રીસર્વાપરમાત્માના વચનમાં પણ જો આવો ફરક થતો હોય તો સંવિગ્ન, અશઠ અને ગીતાર્થમહાત્માઓનું આચરણ ઈષ્ટને આપનારું હોય અને આગમમાં તેનો નિષેધ ન હોય તો તે શિષ્ટાચારમાં પ્રમાણતા કેમ ન હોય ? અર્થાત્ તેને પ્રમાણ માનવામાં કોઈ દોષ નથી.
શ્રી સર્વજ્ઞપરમાત્માએ કહેલા શબ્દોમાં પણ કોઈ વાર પ્રબળ કારણે ફેરફાર કરી અપવાદસ્વરૂપે વિધાન કરાય છે. આધાર્મિક આહારાદિ લેવાનો નિષેધ હોવા છતાં દ્રવ્યાદિ પુષ્ટ આલંબને અપવાદસ્વરૂપે આધાર્મિક આહારાદિને ગ્રહણ કરવામાં