________________
હોવા છતાં તે પ્રધાનદ્રવ્યકિયાસ્વરૂપ હોવાથી વ્યર્થ નથી. કારણ કે આવી દ્રવ્યક્રિયા કરતી વખતે ભાવદિયાસંબન્ધી ઈચ્છા, બહુમાન વગેરે અત્યન્ત હોવાથી એ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને છે. જે ભાવનું કારણ છે; તેને પ્રધાનદ્રવ્ય કહેવાય છે.
શ્રી અનુયોગદ્વારસૂત્રની ટીકામાં: ‘દ્રવ્ય પદ કોઈ વાર (ભાવનું કારણ ન બને ત્યારે) અપ્રધાન અર્થને અને કોઈ વાર ભાવના કારણ સ્વરૂપે પ્રધાન અર્થને જણાવે છે - આ પ્રમાણે વર્ણવ્યું છે. આવી ક્ષિાઓ પણ કરવાનો સંવિગ્નપાક્ષિકોનો પોતાનો આચાર છે. વિહિત આચાર વ્યર્થ નથી, પરંતુ ઉપર જણાવ્યા મુજબ સાર્થક છે. પ્રધાન દ્રવ્યક્રિયાસ્વરૂપ તે આવશ્યક; ભાવની પ્રાપ્તિ કરાવવા માટે અક્ષત-સમર્થ છે.
આથી જ ગીતાર્થમહાત્માઓએ મિથ્યાદૃષ્ટિઓનું પણ તે પ્રધાન દ્રવ્યાવશ્યક મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે યોગ્ય માન્યું છે. આ રીતે મિથ્યાદૃષ્ટિઓનું પણ તે પ્રધાન દ્રવ્યાવશ્યક જો યોગ્ય મનાતું હોય અને નિરર્થક મનાતું ન હોય તો સમ્યગ્દષ્ટિ એવા સંવિગ્નપાક્ષિક મહાત્માઓનું અનુષ્ઠાન કોઈ પણ રીતે વ્યર્થ નથી – એ સમજી શકાય છે. અભ્યાસસ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે મિથ્યાદૃષ્ટિઓના પણ અનુષ્ઠાનને (દ્રવ્યાનુષ્ઠાનને) પૂ. ગીતાર્થ મહાત્માઓએ માન્ય રાખ્યું છે. જો દ્રવ્ય-અનુષ્ઠાન સર્વથા વ્યર્થ હોય તો; “અખ્ખલિત અહીનાક્ષર... વગેરે ગુણોથી યુક્ત સૂત્ર હોવા છતાં ભાવશૂન્ય(ઉપયોગરહિત) હોય તો તે દ્રવ્યાનુષ્ઠાન(દ્રવ્યાવશ્યક) છે.' - આ પ્રમાણે જે વર્ણન કરાય છે, તે આવશ્યક નહીં રહે; કારણ કે તેની સર્વથા
૪૮)