________________
अथ मार्गद्वात्रिंशिका प्रारभ्यते ।
બીજી દેશના-દ્વાત્રિંશિકામાં દેશનાવિધિનું વર્ણન કર્યું. હવે એ પરમતારક દેશનાથી જે માર્ગનું વ્યવસ્થાપન કરાય છે તે માર્ગનું સ્વરૂપ જણાવાય છે
—
मार्गः प्रवर्त्तकं मानं शब्दो भगवतोदितः । संविग्नाशठगीतार्थाचरणं चेति स द्विधा ॥ ३ - १॥
“પ્રવર્તક પ્રમાણને માર્ગ કહેવાય છે. શ્રી સર્વજ્ઞ ભગવન્તનો શબ્દ અને સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થ પુરુષોનું આચરણ : એ બે રીતે માર્ગ બે પ્રકારનો છે.' - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે બાલ, મધ્યમ અને પંડિત જનોને તેમના માટે ઉચિત એવી દેશના આપવા દ્વારા શુદ્ધસંયમની પ્રાપ્તિ કરાવવા માટે ધર્મદેશકનો પ્રયત્ન હોય છે. શુદ્ધ સંયમના ઉપાયને માર્ગ કહેવાય છે. અહીં પ્રવર્ત્તક એવા પ્રમાણને માર્ગ તરીકે વર્ણવ્યું છે. ઇષ્ટની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિ કરાવે છે તે પ્રવર્તક છે. ઇષ્ટવસ્તુને પ્રાપ્ત કરવાના ઉપાયનું જ્ઞાન થાય એટલે તે ઉપાયને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય અને એ ઈચ્છા ઇષ્ટ વસ્તુના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે. આ રીતે સમજી શકાય છે કે પ્રવૃત્તિની પ્રત્યે ઇચ્છા કારણ છે. અને ઇચ્છાની પ્રત્યે જ્ઞાન કારણ છે. ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિના ઉપાયોનું જ્ઞાન કરાવનાર પ્રમાણ પ્રવર્તક છે. પ્રવૃત્તિજનક (ઉત્પન્ન કરનાર) જે ઈચ્છા; એ ઇચ્છાનું જનક જે જ્ઞાન; તે જ્ઞાનને ઉત્પન્ન કરવા દ્વારા જે પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે; તેને પ્રવર્તક કહેવાય છે. આવું પ્રવર્તક