SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને જ્ઞાન અને દર્શન હોવા છતાં ચારિત્ર ન હોવાથી તેમને નિર્જરા શક્ય નથી-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઈચ્છાયોગનું પ્રબળ ચારિત્ર હોવાથી પ્રવૃત્તિ, સ્થિરતા કે સિદ્ધિ યોગનું ચારિત્ર ન હોવા છતાં નિર્જરાસ્વરૂપ ફળની વિકલતા થતી નથી. તેમને ઈચ્છાયોગમાં સમ્યગ્દર્શન જ સહકારી કારણ બનતું હોવાથી તેનાથી (ઇચ્છાયોગના ચારિત્રથી) તેવા પ્રકારની નિર્જરા થાય છે. યપિ નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્ર : આ બંન્ને સરખી રીતે કારણ બને છે. પરન્તુ એ વાત શાસ્ત્રયોગને આશ્રયીને છે. શાસ્ત્રયોગના કારણે (વચનાનુષ્ઠાન દરમ્યાન) થતી નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શનની જેમ સમ્યક્ચારિત્ર પણ સમાન રીતે અપેક્ષિત છે. પરન્તુ ઈચ્છાયોગના કારણે (પ્રીત્યાદિ-અનુષ્ઠાન દરમ્યાન) થનારી નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શન જેનું સહકારી કારણ છે એવું ઇચ્છાયોગનું ચારિત્ર કારણ છે. તેથી સંવિગ્નપાક્ષિક મહાત્માઓને નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થવામાં કોઈ જ અવરોધ નથી. તેથી અન્યત્ર આ પ્રમાણે જણાવ્યું છે કે; “શ્રાવક, ચારિત્રભ્રષ્ટ અને મન્દધર્મીઓને દર્શનનો પક્ષ હોય છે અને પરલોકાકાંક્ષી એવા સાધુભગવન્તોને દર્શન તથા ચારિત્રનો પક્ષ હોય છે.’’ આથી સ્પષ્ટ છે કે શાસ્ત્રયોગના કારણે થનારી નિર્જરા; સંવિગ્નપાક્ષિકોને પ્રામ ન થાય તોપણ ઈચ્છાયોગના કારણે તેમને નિર્જરા થઈ શકે છે. આ રીતે સર્વ ગુણોની ઉત્પત્તિ માટે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને મૂળભૂત કારણ તરીકે શુદ્ધપ્રરૂપણા હોય છે. તદુપરાન્ત સુસાધુ-ભગવન્તોને રોગને દૂર કરવા દવા આપવી, ૪૩
SR No.023208
Book TitleMarg Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy