________________
મહાત્માઓનું શુદ્ધપ્રરૂપણાદિસ્વરૂપ આચરણ પણ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું જ્ઞાન કરાવવા દ્વારા મુમુક્ષુ આત્માઓને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે છે. તેથી તે ત્રણે ય મોક્ષમાર્ગ છે. આનાથી તદ્દન વિપરીત ગૃહસ્થ, દ્રવ્યલિંગી (માત્ર સાધુવેષ રાખનાર) અને કુલિંગી(બાવાઓ વગેરે)ઓનો માર્ગ સંસારમાં ભટકાવનારો છે. ગૃહસ્થો વગેરેનું આચરણ શ્રી તીર્થંકરભગવન્તની આજ્ઞાથી સર્વથા વિપરીત હોવાથી એ માર્ગે ચાલનારાને કોઈ પણ સંયોગોમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી, સંસારમાં ભટકવું પડે છે. આ શ્લોકમાં જણાવેલા શિવપથ અને ભવપથને કોઈ પણ જાતના પૂર્વગ્રહ(કદાગ્રહ) વિના સમજી લેવાનું ખૂબ જ આવશ્યક છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓના ત્રીજા મોક્ષમાર્ગની જેમ પૂ. સાધુભગવન્તો અને શ્રાવકોનો જે મોક્ષમાર્ગ છે, તે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનને લઈને છે. માત્ર દ્રવ્યલિંગને ધારણ કરનારા એવા તેમનો માર્ગ શિવપથ નથી; પરન્તુ ભવપથ છે...૩-૨ા.
ત્રણ પ્રકારના મોક્ષમાર્ગનું અને ત્રણ પ્રકારના સંસારમાર્ગનું નિરૂપણ કરીને હવે તે તે માર્ગની માર્ગતાનું બીજ જણાવાય છે
गुणी च गुणरागी च गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुद्धयः ॥३-३०॥
“ગુણી, ગુણના અનુરાગી અને પૂ. સાધુમહાત્માઓને વિશે ગુણના દ્રષી : આ ત્રણ અનુક્રમે ઉત્કૃષ્ટબુદ્ધિવાળા, મધ્યમબુદ્ધિવાળા અને અધમબુદ્ધિવાળા પ્રગટ રીતે સંભળાય છે – પ્રસિદ્ધ છે.” – આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે.
Fપ૭