Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ જ્ઞાન અને શ્રદ્ધાની તીવ્રતા હોવા છતાં અહીં આચરણના પરિણામ ન હોવાથી મધ્યમબુદ્ધિ હોય છે. જ્ઞાન અને શ્રદ્ધાને કાર્યરત બનાવનારી એ ઉત્કૃષ્ટબુદ્ધિ અહીં હોતી નથી. ચારિત્રમોહનીયનો તીવ્ર ઉદય; તેને ક્ષયોપશમને રોકે - એ સમજી શકાય છે. ઉપર જણાવ્યા મુજબ ગુણસમ્પન્ન એવા પૂ. સાધુભગવન્તોને વિશે જેઓ ગુણદ્વેષી છે; તેઓ અધમબુદ્ધિવાળા છે. ખરી રીતે જોઈએ તો ગુણસંપન્ન આત્માઓને વિશે દ્વેષ થવો ના જોઈએ પરંતુ ઈર્ષ્યા; સુખની આસતિ અને અજ્ઞાનાદિ પરવશ એ રીતે ગુણ ઉપર દ્વેષ થતો હોય છે. ગુણ અને ગુણનો રાગ : એ બેના બદલે ગુણસંપન્નોના ગુણોની પ્રત્યે દ્વેષ થાયએ અધમબુદ્ધિને સૂચવનારું છે. બુદ્ધિની અધમતા આત્માના અનતાનઃ ગુણોના સ્વરૂપને જોવા પણ દેતી નથી. અનન્તગુણસ્વરૂપી આત્માને ગુણદ્વેષી બનાવનારી બુદ્ધિની અધમતા ભારે વિચિત્ર છે ! . ૩-૩ના ઉત્કૃષ્ટબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને અધમબુધિ જે ભૂમિકામાં હોય છે તે ભૂમિકા જણાવાય છે – ते च चारित्रसम्यक्त्वमिथ्यादर्शनभूमयः । अतो द्वयोः प्रकृत्यैव वर्तितव्यं यथाबलम् ॥३-३१॥ ‘ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિને આશ્રયીને કરેલા ત્રણ વિભાગ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાત્વની ભૂમિકાએ છે; તેથી સ્વભાવથી જ શક્તિ મુજબ ગુણ અને ગુણરાગને વિશે પ્રવૃત્તિ કરવી જોઈએ.'-આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ઉત્કૃષ્ટ, મધ્યમ અને

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66