Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ અધમ બુદ્ધિવાળા આત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ અનુક્રમે ગુણી, ગુણરાગી અને ગુણદ્વેષી હોય છે. એમાં ગુણસમ્પન્ન આત્માઓ ચારિત્રસંપન્ન હોય છે. ગુણરાગી સભ્યત્વવન્ત હોય છે. અને ગુણષી આત્માઓ મિથ્યાત્વી હોય છે. આ પૂર્વે જણાવ્યા મુજબ આ સંસારમાં ગુણસંપન્ન આત્માઓનો ગુણ ચારિત્ર હોવાથી તે ઉત્કૃષ્ટબુદ્ધિવાળા આત્માઓની ભૂમિકા ચારિત્રસ્વરૂપ જ છે. ચારિત્રના રાગી આત્માઓ સમ્યત્વવંત હોવાથી મધ્યમબુદ્ધિધવાળા આત્માઓની ભૂમિકા સમ્યકત્વસ્વરૂપ જ છે. અને ચારિત્રના દ્વેષી એવા આત્માઓ મિથ્યાત્વી હોવાથી અધમબુદ્ધિવાળા તે આત્માઓની ભૂમિકા મિથ્યાદર્શન-મિથ્યાત્વની છે. તેથી પોતાના બળ અનુસાર ચારિત્ર અને સમ્યકત્વની ભૂમિકા વખતે પ્રાપ્ત થતા ગુણ અને ગુણાનુરાગમાં પ્રવર્તવું જોઈએ........ ૩-૩૧ાા શ્રી વીતરાગપરમાત્માના વચનની જેમ જ સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા મહાત્માઓના આચરણને માર્ગ તરીકે વિસ્તારથી વર્ણવીને; તે મોક્ષનું કારણ કઈ રીતે બને છે - તે છેલ્લા શ્લોકથી જણાવાય છે – इत्थं मार्गस्थिताचारमनुसृत्य प्रवृत्तया । मार्गदृष्टयैव लभ्यन्ते परमानन्दसम्पदः ॥३-३२॥ “ આ રીતે માર્ગમાં રહેલાના આચારનું અનુસરણ કરીને પ્રવર્તેલી માર્ગદૃષ્ટિથી જ પરમાનન્દ-સમ્મદા પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનથી જેમ માર્ગ(મોક્ષમાર્ગ)નું જ્ઞાન થવાથી ક્રમે કરીને પરમાનંદસ્વરૂપ મોક્ષની સખ્ખદા પ્રાપ્ત થાય ૬૧)

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66