Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ છે તેમ અહીં પણ માર્ગમાં રહેલા સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ વગેરે મહાત્માઓના આચારને અનુસરવાથી જે માર્ગદૃષ્ટિ (દર્શનજ્ઞાન) પ્રવર્તે છે; તેથી જ પરમાનન્દસર્પદા પ્રાપ્ત થાય છે. માત્ર સંવિગ્ન મહાત્માઓ વગેરેના આચરણના અનુસરણથી પરમાનન્દસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ તેઓશ્રીના આચરણના અનુસરણથી માર્ગનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એક જાતની માર્ગાનુસારી પ્રજ્ઞા છે. આ શ્લોકમાંનું માસ્થિતીવીરમ્ આ પદ ખૂબ જ સ્પષ્ટ રીતે રહસ્યભૂત અર્થને જણાવે છે. સંવિગ્નાદિ મહાત્માઓની વિશેષતા એ છે કે તેઓ માર્ગસ્થિત છે. તેથી જ તેઓના આચારનું અનુસરણ કરવાથી માર્ગદૃષ્ટિ પ્રવર્તે છે. જેઓ માર્ગસ્થિત નથી; તેમના આચારનું અનુસરણ કરવાથી માર્ગનું જ્ઞાન થતું નથી. તેથી આચરણનું અનુસરણ કરતાં પૂર્વે માર્ગસ્થિતાદિનો વિવેક કરવાનું આવશ્યક છે. કોઈ પણ જાતના વિવેક વિના ગમે તેના આચરણનું અનુસરણ કરવાથી માર્ગદૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. અને તેથી પરમાનંદસંપદા પણ પ્રાપ્ત થતી નથી. અંતે માર્ગાનુસારિણી પ્રજ્ઞાને પ્રાપ્ત કરી પરમાનંદસંપદાની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા... ૩-૩રા | રૂતિ મા-વિંશિકા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ।।

Loading...

Page Navigation
1 ... 63 64 65 66