________________
આવી ગુણસમ્પન્નતા પ્રાપ્ત થઈ નથી... વગેરે સમજીને જેઓ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર સર્વવિરતિધર્મના આરાધક બન્યા છે તેમને ખરેખર જ ઉત્કૃષ્ટબુદ્ધિ પ્રાપ્ત થઈ છે. પોતાની બુદ્ધિનો એ જ એક ઉત્કૃષ્ટ ઉપયોગ છે. ચારિત્રધર્મ પ્રત્યેની શ્રદ્ધા, જ્ઞાન અને પ્રવૃત્તિ : આ ત્રણે ય જ્યારે ભેગા થાય છે ત્યારે જ વાસ્તવિક રીતે મોક્ષની સાધનાનો પ્રારંભ થાય છે. આવી સાધનાના સાધકોને ઉત્કૃષ્ટ બુધિ હોય છે. જેમને આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાની બુદ્ધિ (આત્મપરિણામ) પ્રાપ્ત થઈ છે તેમને બધું જ પ્રાપ્ત થયું છે. આ સંસારમાં એ સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. સાધુપણા સિવાય આ સંસારમાં કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ લાગે તો સાધુપણાની પ્રાપ્તિ કે પાલન શક્ય નહીં બને. આથી સમજી શકાશે કે ગુણો સાધુપણામાં જ છે અને પૂ. સાધુમહાત્મા જ ગુણી-ગુણસમ્પન્ન છે, એ મહાત્માઓની જ ઉત્કૃષ્ટ બુદ્ધિ છે.
જેમને સર્વવિરતિધર્મસ્વરૂપ ગુણની પ્રત્યે રાગ છે; તે આત્માઓ ગુણરાગી છે. તેમને મધ્યમબુદ્ધિ હોય છે. ચારિત્રધર્મ વિના બીજો ગુણ નથી. વહેલામાં વહેલા એ મળે-એ માટેનો શક્ય પ્રયત્ન ચાલુ હોવા છતાં ભૂતકાળના તથાવિધ કર્મયોગે જેમને એ ગુણની પ્રાપ્તિ થતી નથી; એવા સમ્યગ્દર્શનવા આત્માઓ ગુણરાગી હોય છે. અને તેમને જ મધ્યમબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય છે. ગુણને ગુણરૂપે જાણ્યા પછી અને માન્યા પછી
જ્યાં સુધી એ મળે નહિ ત્યાં સુધી ગુણનો રાગ વધતો જ હોય છે. સમ્યગ્દર્શનની આ અવસ્થા મધ્યમ બુદ્ધિમાનોની હોય છે.
(૫૯