________________
સંવિગ્નપાક્ષિક મહાત્માઓને એ યોગ સંભવતો નથી. પરંતુ અપુનર્બન્ધકાદિને એ યોગના કારણ સ્વરૂપ યોગની પ્રાપ્તિમાં કોઈ બાધક નથી. ઇત્યાદિ આગળની બત્રીસીમાં સ્પષ્ટ કરાશે.
“કલ્પ(સાધ્વાચાર) અને અકલ્પના જાણકાર, પાંચ મહાવ્રતોમાં રહેલા અને સંયમ તથા તપના વૈભવવાળા (કરનારા) એવા પૂ. સાધુભગવન્તોના વચનમાં વિકલ્પ વિના (એકાન્ત) તથાકાર (તહત્તિ) કરવો. અન્યત્ર વિકલ્પથી તથાકાર કરવો... આ પ્રમાણેના વચનથી પૂ. સાધુભગવન્તોના જ વચનમાં અવિકલ્પથી તથાકાર કરવાનું જણાવ્યું છે. સંવિગ્નપાલિકો સાધુ ન હોવાથી તેમના વચનમાં અવિકલ્પથી તથાકાર (તથાસ્તુ કહેવા પૂર્વકનો
સ્વીકાર) કરાતો નથી, તેથી તેમનો શુદ્ધપ્રરૂપણાદિ ધર્મ માર્ગ નથી – આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉપર જણાવ્યા મુજબના વચનમાં; પૂ. સાધુભગવન્તોના વચનથી અન્યત્ર સંવિગ્નપાક્ષિકાદિ મહાત્માઓના વચનમાં જે વિકલ્પથી તથાકાર જણાવ્યો છે ત્યાં સંવિગ્ન પાક્ષિકોનો માર્ગ ત્રીજો છે - આ વચનના સામર્થ્યથી તે વિકલ્પને વ્યવસ્થિતવિભાષાસ્વરૂપે વર્ણવ્યો છે. સામાન્ય રીતે જ્યાં વિભાષા - વિકલ્પથી જે કાર્યનું વિધાન કરાય છેત્યાં તે કાર્ય તે તે સ્થાને કરાય અથવા ન પણ કરાય. પરન્તુ જ્યાં જે કાર્યનું વિધાન વ્યવસ્થિતવિભાષાથી કરાય છે ત્યાં તે કાર્ય કેટલાંક સ્થાને ચોક્કસ થાય છે અને કેટલાંક સ્થાને તે કાર્ય થતું જ નથી. સામાન્ય વિભાષાસ્થળે સર્વત્ર તે કાર્ય અને તે કાર્યનો અભાવ : બન્ને થાય છે. અહીં પૂ. સાધુભગવન્તોના વચનમાં તો અવિકલ્પ (વિકલ્પ વિના) તથાકાર છે. તેને છોડીને
૪૫૫