________________
માર્ગ છે. સાધુભગવન્તો અને શ્રાવકોના આચારને જોઇને જેમ અવિસંવાદિ પ્રવૃત્તિ થાય છે તેમ સંવિગ્નપાક્ષિકોના પણ શુધપ્રરૂપણાદિ આચારને જોઈને અવિસંવાદિ પ્રવૃત્તિ થાય છે. અવિસંવાદિ પ્રવૃત્તિને કરાવનારા એ ત્રણે ય માર્ગ (મોક્ષપ્રાપક માર્ગ) છે. એ પ્રમાણે “શ્રી ઉપદેશમાલા” માં જણાવ્યું છે કે સર્વસાવદ્યયોગનું પરિવર્જન હોવાથી યતિધર્મ સર્વોત્તમ છે. ત્યાર પછી બીજો શ્રાવકધર્મ છે અને ત્રીજો સંવિગ્નપાક્ષિકોનો માર્ગ છે.
મોક્ષસાધક આત્મવ્યાપારને યોગ કહેવાય છે. સંવિગ્નપાક્ષિક આત્માઓને એવા યોગમાર્ગની પ્રાપ્તિ કઈ રીતે સંભવે ? કારણ કે તેમને વિરતિનો અભાવ છે. યોગમાર્ગની પ્રાપ્તિ તો વિરતિના સદ્ભાવમાં હોય છે. આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે સંવિગ્નપાક્ષિકોનું ચિત્ત મૈત્રી, પ્રમોદ આદિથી ભાવિત હોવાથી મૈત્ર્યાદિભાવથી યુકત તેમના તે તે શુદ્ધપ્રરૂપણાદિ આચારના કારણે તેમને અધ્યાત્મ અને ભાવના
સ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે પોતાની ભૂમિકા (યોગ્યતા) મુજબ ઉચિત પ્રવૃત્તિને કરનારા એવા વ્રતને ધારણ કરનારના મૈચાદિભાવગર્ભિત શાસ્ત્રાનુસારી જીવાદિતત્ત્વચિન્તનને અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મનો જ દરરોજ ચિત્તવૃત્તિના નિરોધપૂર્વકનો વધતો જે અભ્યાસ છે તેને ભાવના કહેવાય છે. સંવિગ્ન પાક્ષિક મહાત્માઓને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થના કારણે અધ્યાત્માદિ યોગની પ્રવૃત્તિનો સંભવ છે, તેમાં કોઈ બાધ નથી. યદ્યપિ વિરતિના કારણે પ્રાપ્ત થનારો યોગમાર્ગ પૂ. સાધુભગવતોને અને દેશવિરતિધર શ્રાવકોને હોય છે.