________________
ફરમાવ્યું છે કે- કેટલાક સંયમથી - લિંગથી નિવર્તમાન હોય અથવા ન પણ હોય તોપણ તેઓ આચારના વિષયમાં યથાસ્થિત જ પ્રરૂપણા કરે છે. શ્રી આચારાંગના આ સૂત્રમાં નિયદ્દમાળા વેને અહીં વા પદનો પ્રયોગ હોવાથી સંયમલિઙ્ગથી નિવૃત્ત અને અનિવૃત્ત : બન્નેનું ગ્રહણ થાય છે પરન્તુ બંન્ને સંયમથી સિદાતા(શિથિલ) જ સમજવાના છે. સંયમથી સિદાતા હોવા છતાં તેઓ યથાસ્થિત(શાસ્ત્રવિહિત) જ આચારનો ઉપદેશ આપતા હોવાથી તેમને એક જ બાલતા હોય છે. આચારહીનતાના કારણે એ બાલતા છે. બીજી બાલતા નથી.
પરન્તુ જેઓ આચારથી હીન હોવા છતાં પણ એમ કહે છે કે “અમે જે આચરીએ છીએ; એવો જ આચાર છે. વર્તમાનમાં દુ:ષમકાળને લઇને શરીરબળાદિનો હ્રાસ થયો હોવાથી મધ્યમ માર્ગ જ કલ્યાણને કરનારો છે. ઉત્સર્ગમાર્ગનો અત્યારે અવસર નથી.” આવાઓને તો બીજી પણ બાલતા પ્રાપ્ત થાય છે. કારણ કે પોતે તો ગુણહીન હતા જ અને ગુણવાન પુરુષોના તેઓ દોષ ગાય છે. આ વાત જણાવતાં આચારાઙ્ગમાં ફરમાવ્યું છે કે, ‘જેઓ શીલ(અઢાર હજાર પ્રકારે આચાર)સંપન્ન; ઉપશાન્ત અને પ્રજ્ઞાથી માર્ગે ચાલનારા છે તેમને અશીલ કહેનારાને બીજી બાલતા (મૂર્ખતા) પ્રાપ્ત થાય છે. આચાર અને પ્રરૂપણા એ બન્નેમાં તેઓ શિથિલ હોવાથી બંન્ને રીતે તેઓ મૂર્ખ બને છે.
આવી જ રીતે ઉપર જણાવ્યા મુજબ જેમ આચારથી હીન છે પરન્તુ પ્રરૂપણાથી હીન નથી એ પ્રમાણે જણાવનારું વચન છે; ‘તેમ પ્રરૂપણા બરાબર છે પણ તેઓ ઉછજીવી નથી’
૫૨