________________
આ પ્રમાણે જણાવનારું પણ વચન છે. જેમ કે શ્રી સ્થાનાઙ્ગસૂત્રમાં જણાવ્યું છે કે, ‘કેટલાક પ્રરૂપણા શુદ્ધ કરતા હોવા છતાં તેઓ ઉછજીવી (શુદ્ધભિક્ષાને ગ્રહણ કરનારા) નથી.’ આથી સ્પષ્ટ થાય છે કે શુદ્ધપ્રરૂપણાદિને લઇને; સંયમથી નિવૃત્ત થનારાને પણ એક જ પ્રકારની બાલતા પ્રાપ્ત થાય છે. તેથી સંવિગ્નપાક્ષિક મહાત્માઓનો પણ માર્ગ છે. તેમની શુદ્ધદેશનાશ્રવણાદિ દ્વારા અનેક આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તેથી તે પણ મોક્ષમાર્ગ છે. ।।૩-૨ણા
સંવિગ્નપાક્ષિકો સાધુવેષનો ત્યાગ કરતા ન હોવાથી તેમને સંવિગ્નોમાં સમાવી લેવાથી તેમના માર્ગને સ્વતન્ત્ર રીતે માર્ગ માનવાની આવશ્યકતા નથી-આવી શક્કાનું સમાધાન કરાય છેअसंयते संयतत्वं मन्यमाने च पापता ।
भणिता तेन मार्गोऽयं तृतीयोऽप्यवशिष्यते ॥३-२८॥
“અસંયતને સંયત માનવાથી પાપ લાગે છે એમ જણાવ્યું છે. તેથી સંવિગ્નપાક્ષિકોનો આ ત્રીજો પણ માર્ગ છે.’’ આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જેઓ અસંયત છે તેમને સંયત માનવાથી પાપનો પ્રસંગ આવે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ફરમાવ્યું છે કે અસંયતને સંયત કહેવાથી શ્રમણ પાપશ્રમણ કહેવાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના પાપશ્રમણીય અધ્યયનના એ પાઠથી અસંયતને સંયત કહેવાથી પાપનો પ્રસંગ આવે છે. અસંયતને અસંયત કહેનારમાં પાપત્વનો ઉલ્લેખ નથી. તેથી સંવિગ્નપાક્ષિકોનો સંયતમાં સમાવેશ શક્ય ન હોવાથી સંવિગ્નપાક્ષિકોનો પણ એક
૫૩
-
-