Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ શક્ય નહીં બને. એ ભેદરેખાનો વિનાશ કરનારો વર્ગ દિવસે દિવસે મજબૂત અને વિશાળ બનતો જાય છે. એની ઉપેક્ષા કરવાથી શાસનને પારાવાર નુકસાન થશે. એ પહેલાં અહીં આ શ્લોક દ્વારા જણાવેલી વાત આપણે બરાબર યાદ કરી લઈએ. પારમાર્થિક માર્ગમાં તેના અનુસરણ માટે જે સત્ત્વ જોઇએ તે મેળવી લેવામાં જ આપણું હિત છે. આપણી પાસે જેટલું સત્ત્વ છે; તેના પ્રમાણમાં માર્ગવિશેષમાં ફેરફાર કરવાથી આપણું હિત નહીં થાય.. T૩-૨ દા સંવિગ્નપાક્ષિકોનો માર્ગ તિપિત નથી પરંતુ શોલ્ફ પ્રસિદ્ધ છે - તે જણાવવા માટે. હપછીન્સ- બે (૨૭/૨૮) શ્લોક છે. निवर्तमाना अप्येके वदन्त्याचारगोचरम् । आख्याता मार्गमप्येको नोञ्छजीवीति च श्रुतिः ॥३-२७।। ‘સંયમથી નિવૃત્ત થનારા પણ કેટલાક યથાવસ્થિત આચારને જણાવનારા છે' તેમ જ માર્ગને જણાવનારા છે પણ ઉછળવી નથી.' - આ પ્રમાણે વચન છે. સત્તાવીસમા શ્લોકમાં જણાવેલી વાતનો આશય એ છે કે કેટલાક આત્માઓ (સંવિગ્નપાક્ષિક મહાત્માઓ જેવા) સંયમથી નિવૃત્ત હોવા છતાં પોતાના અસંયમનો પક્ષપાત કર્યા વિના આચારના વિષયમાં યથાસ્થિત જ પ્રરૂપણા કરે છે. તેઓ સ્પષ્ટપણે જણાવતા હોય છે કે આચાર તે આવો (શાસ્ત્રમાં જણાવ્યા મુજબનો) જ છે. પરંતુ અમે તે પ્રમાણે કરવા માટે શક્તિમાન-સહિષ્ણુ (સહન કરીને પણ કરવાની ભાવનાવાળા) નથી. શ્રી આચારાંગસૂત્રમાં એ જ વાતને જણાવતાં

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66