________________
વ્યર્થતામાં તેના અસ્ખલિતત્વાદિ ગુણોનું વર્ણન કોઈ પણ રીતે ઉપયોગી નથી બનતું. આમ છતાં એ વર્ણન છે. તેથી સમજાય છે કે અસ્ખલિતાદિ ગુણોથી અભ્યસ્ત સૂત્ર પણ ઉપયોગરહિતપણે બોલાતું હોય તો તે દ્રવ્યાવશ્યક છે. અભ્યસ્ત સૂત્ર ભાવનું કારણ બને તો તે પ્રધાન દ્રવ્યાવશ્યક બને છે. અન્યથા તો તે અપ્રધાન દ્રવ્યાવશ્યક છે. આવું અસ્ખલિતત્વ વગેરે ગુણથી યુક્ત દ્રવ્યાવશ્યક સર્વથા વ્યર્થ નથી. કાલાન્તરે તે ભાવનું કારણ બની શકે છે. તે વખતે અભ્યસ્ત અસ્ખલિતત્વાદિ ગુણો ખૂબ જ ઉપયોગી બને છે. ।।૩-૨૫
ઉપર જણાવ્યા મુજબ સંવિગ્નપાક્ષિક મહાત્માઓનો શુદ્ધપ્રરૂપણા, ગ્લાનાદિને ઔષધપ્રદાન વગેરે જેમ માર્ગ છે તેમ જ્ઞાનાદિનો અભાવ હોવા છતાં આધાર્મિકાદિ દોષોના નિવારણ માટે એકાકી વિહારાદિ પણ એક માર્ગ કેમ ન મનાય આ શક્કાનું સમાધાન કરાય છે.
मार्गभेदस्तु यः कश्चिन्निजमत्या विकल्प्यते ।
-
-
स तु सुन्दरबुद्ध्याऽपि क्रियमाणो न सुन्दरः ॥ ३- २६ ॥ “પોતાની મતિકલ્પનાથી જે માર્ગવિશેષ પરિકલ્પાય છે; તે સુંદર બુદ્ધિથી પણ કરાતો (પરિકલ્પાતો) હોય તો સુંદર નથી.'' - આ પ્રમાણે છવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શાસ્ત્રમાં જે માર્ગ જણાવ્યો છે તેને છોડીને અન્ય માર્ગવિશેષની પોતાની મતિલ્પનાથી જે કલ્પના કરાય તે સારું નથી. સુંદર બુદ્ધિ-આશયથી પણ એવી કોઈ કલ્પના કરવાનું ઉચિત નથી.
૪૯