________________
અન્ય-સંવિગ્નપાક્ષિકોના વચનમાં અવિકલ્પથી જ તથાકાર છે. અને સંવિગ્નપાક્ષિકોથી પણ અન્યના વચનમાં વિકલ્પથી જ તથાકાર છે. આ વ્યવસ્થિતવિભાષા છે. આ બધી વાત ગ્રન્થકારશ્રીએ સામાચારીપ્રકરણમાં વિસ્તારથી જણાવી છે. આથી સમજી શકાશે કે સંવિગ્નપાક્ષિકોના વચનમાં પૂ. સાધુભગવન્તોના વચનની જેમ જ વિકલ્પ વિના એકાન્ત તથાકાર કરવાનો હોવાથી સંવિગ્ન પાક્ષિકોનો પણ માર્ગ છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનાનુસાર શુદ્ધ પ્રરૂપકોના વચનમાં વિકલ્પનો કોઈ અવકાશ નથી. કોઈ પણ જાતના ખચકાટ વિના એ પરમતારક વચનમાં તથાકાર (પરમસત્યતાનો સ્વીકાર) કરી જ લેવો જોઈએ. સંવિગ્નપાક્ષિક મહાત્માના વચનમાં પણ એ રીતે જ તથાકાર કરવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી હોય છે. તેથી તેમનો ત્રીજો માર્ગ છે. ૩-૨૮
પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં નિષ્કર્ષ જણાવાય છે – साधुः श्राद्धश्च संविग्नपक्षी शिवपथास्त्रयः । शेषा भवपथा रोहिद्रव्यलिङ्गिकुलिङ्गिनः ॥३-२९॥
“સાધુ, શ્રાવક અને સંવિગ્નપક્ષી - આ ત્રણ મોક્ષમાર્ગ છે. અને બાકીના ગૃહસ્થ, દ્રવ્યલિફ્ટી અને કુલિફ્ટી – આ ત્રણ ભવ-(સંસાર)માર્ગ છે.' - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂ. સાધુભગવન્તોનું આચરણ શ્રી તીર્થંકર-પરમાત્માની પરમતારક આજ્ઞાનું જ્ઞાન કરાવવા દ્વારા મોક્ષમાર્ગમાં મુમુક્ષુ આત્માઓને પ્રવર્તાવે છે. આવી જ રીતે શ્રાવકોનું દેશવિરતિનું આચરણ અને સંવિગ્નપાક્ષિક