________________
શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે તેને માર્ગ માનવામાં કોઈ જ દોષ નથી. પરન્તુ જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી; તેને માર્ગ માનવાનું ઉચિત નથી. સંવિશ્વપાક્ષિકોનો જે શુદ્ધપ્રરૂપણાદિ માર્ગ છે, તેનો ઉલ્લેખ પૂર્વે જણાવ્યા મુજબ શાસ્ત્રમાં (ઉપદેશમાલાદિ ગ્રન્થમાં) ઉપલબ્ધ છે. પરન્તુ સમુદાયમાં રહેવાથી સંભવતા આધાકર્મિકાદિ દોષના નિવારણ માટે એકાકી વિહારાદિની અનુજ્ઞાનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. ગુરુપારતન્ત્યના વિધાનના કારણે એકાકી વિહાર નિષિદ્ધ હોવાથી તેને માર્ગ માનવાનું યોગ્ય નથી. જ્યાં પણ એકાકી વિહારનો ઉલ્લેખ છે તે ગીતાર્થવિશેષને આશ્રયીને છે. મુખ્ય રીતે તો એકાકી વિહાર નિષિદ્ધ છે. તેથી આધાકર્મિકાદિ દોષોના પરિહારની સુંદર બુદ્ધિ(આશય)થી પણ એ રીતે
માર્ગવિશેષની કલ્પના કરવી એ ઉચિત નથી.
વર્તમાનમાં પોતાની મતિકલ્પનાથી માર્ગવિશેષની પરિકલ્પના ખૂબ જ વધી રહી છે. પારમાર્થિક ગુરુપારતન્ત્યના અભાવે શાસ્ત્રનિરપેક્ષ જ નહિ, શાસ્રનિષિદ્ધ તે તે પ્રવૃત્તિઓ ખૂબ જ ઝડપથી વધતી ચાલી છે. કાલાદિ તેમ જ એકતાદિના આશયથી કરાતી એ પ્રવૃત્તિઓ સુંદરબુદ્ધિપૂર્વકની જણાતી હોય તોપણ શાસ્ત્રવિહિત ન હોવાથી તેને માર્ગસ્વરૂપ માની શકાશે નહિ. સંવિગ્નપાક્ષિક મહાત્માઓની શુદ્ધપ્રરૂપણાદિ ક્રિયાઓ શાસ્ત્રવિહિત હોવાથી તે માર્ગ છે. એને આંખ સામે રાખીને શાસ્ત્રનિરપેક્ષ રીતે કરાતો માર્ગભેદ સુંદર નથી જ - રાખવું જોઈએ. એ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવામાં નહીં આવે તો માર્ગ અને ઉન્માર્ગ વચ્ચે જે ભેદરેખા છે તેની રક્ષા કરવાનું
એ યાદ
૫૦