________________
અપુનર્બન્ધકાદિ આત્માઓને દીક્ષા આપવાનો તેમ જ જ્ઞાનાદિ માટે પોતાની પાસે તેમને રાખવાનું સંવિગ્નપાક્ષિક મહાત્માઓને માટે અહિતકર નથી. અત્યાર સુધીના અસદ્ગહને દૂર કરવા માટે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને; અપુનર્બન્ધકાદિ આત્માને દીક્ષા આપવાનો અધિકાર છે. આ પ્રમાણે અન્યત્ર પણ જણાવ્યું છે કે- (આગમને અનુસરી ભાવિત કરાતું આ દીક્ષાવિધાન) - સકૃદબંધક અને અપુનર્બન્ધક આત્માઓના કુગ્રહવિરહને શીવ્ર કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે કુગ્રહવાળા અતાત્વિક આત્માઓને સંવિગ્નપાક્ષિકો પોતે દીક્ષા આપે છે અને પોતાની પાસે પણ રાખે છે. પરન્તુ ફુગ્રહ વગરના તાત્વિક આત્માઓને પ્રતિબોધીને દીક્ષા પ્રદાન કરાવવા માટે પૂ. મુનિભગવન્તોની પાસે મોકલે છે. પોતે દીક્ષા આપતા નથી. કારણ કે તાત્વિકોને તાત્વિકો સાથે મેળવવાનો તેમનો (સંવિગ્નપાક્ષિકોનો) આચાર છે. આથી જ કહ્યું છે કે – સંવિગ્નપાક્ષિક મહાત્માઓ મુમુક્ષુઓને પ્રતિબોધ પમાડીને પૂ. સાધુભગવન્તોને આપી દે છે. આથી સમજી શકાશે કે સંવિગ્નપાક્ષિકોને તત્ત્વનો પક્ષપાત કેટલો ઉત્કટ હોય છે. એના યોગે કરાતી શુદ્ધપ્રરૂપણા એમના માટે પરમનિર્જરાનું કારણ બને છે અને સકલગુણોની ઉત્પત્તિનું મૂળ બને છે. તાત્ત્વિક પક્ષપાતનું અચિન્ય સામર્થ્ય છે, એ સમજાય તે સંવિગ્ન પાક્ષિકોનું મહત્ત્વ સમજાશે. સર્વવિરતિધર્મ પ્રત્યેનો તીવ્ર અનુરાગ અને શ્રીવીતરાગપરમાત્માના પરમતારક શાસનની અવિચલ શ્રદ્ધા શું કામ કરે છે : તે સંવિગ્નપાક્ષિક મહાત્માઓના સ્વરૂપને જાણવાથી સમજી શકાશે. ૩-૨૩યા
૪૫