________________
તેમની ભક્તિ કરવી તેમ જ સંયમની સાધના માટે શક્ય એટલી અનુકૂળતા આપવી વગેરે સંવિગ્નપાક્ષિકોની ઉત્કૃષ્ટ સંપદા છે. આવી પ્રવૃત્તિથી સંવિગ્નો પ્રત્યેનો તેમનો સ્પષ્ટપણે પક્ષપાત જણાય છે. સાધુપણા પ્રત્યે તીવ્ર રાગાદિ હોવાથી જ તેઓ પૂ. સાધુભગવન્તોની વૈયાવચ્ચ કરી શકે છે. અન્યથા કોઈ પણ રીતે તે કરી શકાય નહિ. સાધુપણા પ્રત્યેનો તીવ્ર રાણ, અત્યન્ત બહુમાન અને પરમ આદર જ સંવિગ્નપાક્ષિકોને માર્ગસ્થ રાખે છે... ।।૩-૨૨
આ
સંવિગ્નપાક્ષિકોના જ બીજા આચાર જણાવાય છે आत्मार्थ दीक्षणं तेषां निषिद्धं श्रूयते श्रुते । ज्ञानाद्यर्थान्यदीक्षा च स्वोपसम्पच्च नाऽहिता ॥ ३ - २३ ॥ ‘‘શાસ્ત્રમાં સંવિગ્નપાક્ષિકોને પોતાના માટે કોઈને દીક્ષા આપવાનો નિષેધ છે. જ્ઞાનાદિ માટે બીજાને દીક્ષા આપવાનું અને પોતાની પાસે તેને રાખવાનું અહિતકર નથી.’ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરતા હોય છે. તેમની દેશનાને સાંભળીને પ્રતિબોધ પામેલાને ‘પોતાની વૈયાવચ્ચ વગેરે સારી રીતે કરશે.' એવી કોઈ સ્વાર્થભાવનાથી દીક્ષા આપવાનો સંવિગ્નપાક્ષિકોને શાસ્ત્રમાં નિષેધ છે. ‘અત્તા નવિ વિજ્ડ'... ઇત્યાદિ પાઠથી તેનો નિષેધ કરાયો છે.
-
૪૪
―
ભાવચારિત્રસંપન્ન આત્માઓને અનુસરનારા એવા અપુનર્બન્ધકાદિ જીવોને જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય - એ માટે એ