________________
છે, તેને આપણે સમજી શકતા હોઈએ તો સંવિગ્નપાક્ષિકોની પરિણતિને પણ આપણે સમજી શકીશું. ૫૩-૨૧॥
સંવિગ્નપાક્ષિક આત્માઓને ભવિષ્યમાં મોક્ષમાર્ગની જે પ્રાપ્તિ થાય છે, તેમાં કારણ બનતા એવા તેમના આચાર જણાવાય છે—
शुद्धप्ररूपणैतेषां मूलमुत्तरसम्पदः ।
सुसाधुग्लानिभैषज्यप्रदानाभ्यर्चनादिकाः ||३ - २२॥ ‘“સંવિગ્નપાક્ષિકોને બધા ગુણોની ઉત્પત્તિના સ્થાન સ્વરૂપ શુદ્ધપ્રરૂપણા હોય છે અને સુસાધુઓને દવા આપવી, તેમની અભ્યર્ચના કરવી વગેરે ઉત્કૃષ્ટ સંપદા હોય છે.’’ - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ સંવિગ્નપાક્ષિકમહાત્માઓને ભવિષ્યમાં જે જે ગુણોની પ્રાપ્તિ થતી હોય છે તેના મૂળમાં તેઓની શુદ્ધ(માર્ગ)પ્રરૂપણા કાર્યરત છે. કારણ કે તેઓ સાધ્વાચારનું પાલન કરવામાં અત્યન્ત શિથિલ હોવા છતાં સાધ્વાચાર પ્રત્યેના દૃઢપક્ષપાતના કારણે જે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તે યતનાપૂર્વક કરે છે. શુદ્ધપ્રરૂપણા; એ યતનામાં ખૂબ જ ઉપયોગી બને છે. શુદ્ધપ્રરૂપણાની અપેક્ષાવાળી તે યતના (શક્ય પ્રયત્ને પાપથી દૂર રહેવાનો પરિણામ) સંવિગ્નપાક્ષિક મહાત્માઓની કર્મનિર્જરાનું કારણ છે. આવી નિર્જરાના કારણે તે મહાત્માઓને ગુણોનો આવિર્ભાવ થાય છે, જે ઉપર જણાવ્યા મુજબ શુદ્ધપ્રરૂપણામૂલક છે. આ વસ્તુને જણાવતાં અન્યત્ર કહ્યું છે કે – આચારથી હીન એવા શુદ્ધપ્રરૂપક સંવિગ્નપાક્ષિક મહાત્માઓની જે જે યતના છે તે તે નિર્જરાને કરાવનારી છે.
-
૪૨