________________
બનતું નથી પરંતુ ગુણાભાસનું જ કારણ બનતું હોય છે. ગુણ અને ગુણાભાસની વચ્ચેના ભેદને સમજી નહિ શકનારા પામર પુરુષો ગુણાભાસને જ ગુણ માની લે છે, જેથી પરિણામે તેમને ઠગાવાનું બને છે. એમાં સ્વચ્છક્ટપણે વિચરનારા સંવિગ્નાભાસો પ્રબળ નિમિત્ત બને છે અને તેથી જ તેઓ મહાપાપના ભાજન બને છે. વિશ્વસ્ત જનોને ઠગવાનું પાપ ઘણું જ ભયંકર છે, ઇત્યાદિ યાદ રાખવું જોઈએ. આચારનો પ્રેમ કેળવતાં પહેલાં આજ્ઞા પ્રત્યે પ્રેમ કેળવી લેવો જોઈએ. અન્યથા આચારના પ્રેમનું જ નહિ, પાલનનું પણ કોઈ જ મહત્ત્વ નથી...૩-૨ના
ઉપર જણાવ્યા મુજબ સ્વચ્છદપણે વિચરનારા સંવિગ્નાભાસોનું વર્ણન કરીને હવે સંવિગ્નપાક્ષિકોનું નિરૂપણ કરાય છે–
ये तु स्वकर्मदोषेण प्रमाद्यन्तोऽपि धार्मिकाः । संविग्नपाक्षिकास्तेऽपि मार्गान्वाचयशालिनः ॥३-२१॥
આશય એ છે કે આ પૂર્વે સામાન્યથી સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થનું આચરણ માર્ગ છે-એ જણાવીને તેનાથી તદ્દન જુદા એવા સંવિગ્નાભાસોનું આચરણ મોહથી થતું હોવાથી માર્ગ નથી: તે વર્ણવ્યું. હવે જેઓ સ્વયં ગીતાર્થ છે પરંતુ વિર્યાન્તરાયકર્મના ઉદયથી ચારિત્રની આરાધનામાં શિથિલ છે, એવા સંવિગ્નપાક્ષિકોનો આચાર માર્ગ છે કે નહિ ?-આવી શક્કાના સમાધાન માટે એકવીસમો શ્લોક છે. તેનો અર્થ એ છે કે “પોતાના તીવ્ર એવા કર્મદોષથી ચારિત્રની ક્રિયામાં સિદાય છે છતાં જેઓ ધર્મમાં નિરત છે, તે સંવિગ્નપાક્ષિક માર્ગને વળગેલા છે.”