________________
કહેવાનું તાત્પર્ય એ છે કે જે સાધુભગવન્તો માર્ગના જ્ઞાતા-ગીતાર્થ છે પરંતુ પૂર્વે ઉપાર્જેલા વીર્યાન્તરાયકર્મના ઉદય સ્વરૂપ કર્મદોષના કારણે ચારિત્રની તે તે ક્રિયાઓ કરવા સમર્થ થતા ન હોવા છતાં શક્ય ધર્મમાં નિરત છે, એવા સંવિગ્નપાક્ષિક (સંવિગ્ન સાધુઓનો પક્ષ સ્વીકારનારા) આત્માઓ ભાવસાધુઓની અપેક્ષાએ તેમની પાછળ લાગેલા હોવાથી માર્ગાન્તાચયશાલી છે. તેથી આ સંવિગ્નપાક્ષિકોનો માર્ગ માર્ગપ્રાપક હોવાથી માર્ગ છે. આ વાત જણાવતાં ઉપદેશમાળામાં જણાવ્યું છે કે તેનાથી મોક્ષમાર્ગ મળશે'. એનો આશય એ છે કે બહુવાર સમજાવવા છતાં સાધુવેષ પ્રત્યે અત્યન્ત રાગ હોવાથી જ્યારે કર્મના દોષથી શિથિલ આચારવાળા બનેલા આત્માઓ સાધુવેષનો ત્યાગ કરતા નથી ત્યારે તેમને કહેવામાં આવે છે કે “તો તમે સંવિગ્નપાક્ષિપ્પણું સ્વીકારો તેથી તમને માર્ગ(મોક્ષમાર્ગની)ની પ્રાપ્તિ થશે.’ આ રીતે સંગ્નિપાક્ષિકોનો માર્ગ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો માર્ગ હોવાથી માર્ગ છે. અહીં યાદ રાખવું જોઈએ કે સંવિગ્નપાક્ષિક આત્માઓને સાધુપણાની આવશ્યકાદિ ક્રિયા કરવાનું મન નથી – એવું નથી. માત્ર ભૂતકાળના પ્રબળ કર્મના ઉદયથી જ તેઓ તે તે ક્રિયાઓ કરવા માટે સમર્થ બનતા નથી. તેથી સાધુવેષ પ્રત્યેના તીવ્ર અનુરાગના કારણે તેઓ સાધુવેષનો ત્યાગ કરતા નથી અને સંવિગ્ન પાક્ષિકપણાનો સ્વીકાર કરે છે. આગળના શ્લોકોમાં વર્ણવતા તેમના આચારોને જોતાં તેમની ગીતાર્થતાનો અને ચારિત્રધર્મનો પક્ષપાત સ્પષ્ટપણે સમજાશે. આગ વગેરેમાં ફસાયેલા પાંગળા માણસો ખસી શક્તા ન હોવા છતાં તેમની જે મનઃસ્થિતિ
=