Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ જ્ઞાનાદિગુણોથી ભ્રષ્ટ થયા. આ વસ્તુને જણાવતાં અન્યત્ર પણ કહ્યું છે કે – પ્રાયઃ ગ્રન્થિભેદને નહિ કરેલા એવા (સંવિગ્નાભાસો) તપ વગેરે દુષ્કર કરતા હોય છે, પરન્તુ તે સાધુઓ બાહ્ય(શાસનબાહ્ય) સંન્યાસીઓની જેમ કાગડાના દૃષ્ટાન્તથી જાણવા. આ વિષયમાં શ્રી આચારાંગસૂત્રમાં પણ ફરમાવ્યું છે કે – કેટલાક (સંવિગ્નાભાસો) દ્રવ્યથી સંયમજીવનની સાધના કરે છે, પરન્તુ સંયમજીવનનો નાશ કરે છે. અર્થાત્ બાહ્ય રીતે ઉત્કટ તપ વગેરે દુષ્કર અનુષ્ઠાનો કરવા છતાં ગીતાર્થપારતત્ર્ય વગેરેનો ત્યાગ કરવા દ્વારા ભાવથી સંયમજીવનનો નાશ કરે છે. - સંવિગ્નાભાસો ગીતાર્થપારતત્ર્યનો ત્યાગ કરી પોતાની ઇચ્છા મુજબ સમુદાયથી છૂટા રહીને જે સંયમની આરાધના કરે છે – તેને ઉપાદેય ન માને અને વહેલામાં વહેલી તકે ગુરુપારતન્ત્ર કેળવી લેવાની ભાવના હોય એવા જીવો ભિન્નગ્રન્થિવાળા હોય છે - એ જીવોના વ્યવચ્છેદ માટે શ્લોકમાં પ્રાયઃ પદનું ઉપાદાન છે...ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. અન્યથા ગ્રન્થકારશ્રીના કહેવાના આશય સુધી પહોંચવાનું શક્ય નહીં બને... II૩-૧૯ના પોતાની સ્વચ્છન્દપણે વિચરવાની પ્રવૃત્તિને ઉપાદેય માનનારા સંવિગ્નાભાસો કેવા હોય છે તે જણાવાય છે वदन्तः प्रत्युदासीनान् परुषं परुषाशयाः । विश्वासादाकृतेरेते महापापस्य भाजनम् ॥३ - २०॥ ગીતાર્થના પારતત્ર્યનો ત્યાગ કરવાની પ્રવૃત્તિને કરનારા મહાત્માઓને; કોઈ પણ અંગત દ્વેષ ન હોવા છતાં માત્ર હિતબુદ્ધિથી મધ્યસ્થ પુરુષો જ્યારે હિતશિક્ષા આપે ૩૮

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66