________________
“સંવિગ્નાભાસો પ્રાયઃ ગ્રન્થિભેદ કરેલા નથી હોતા. અત્યન્ત દુષ્કર એવા તપ વગેરે કરતા હોવા છતાં તેઓ બાહ્યસાધુસંન્યાસી જેવા, કાગડાના દૃષ્ટાન્તથી મૂઢ છે.'- આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જેઓ સમુદાયમાં પ્રાપ્ત થતા કલહ વગેરે દોષોના ભયથી ગીતાર્થપારતન્યનો ત્યાગ કરી સ્વચ્છન્દપણે વિચરે છે તે સંવિગ્નાભાસો પ્રાય: કરીને ગ્રન્થિ(રાગ-દ્વેષનો ગાઢ પરિણામ)ના ભેદને કરેલા હોતા નથી. અન્ય (મિથ્યાદૃષ્ટિ) સંન્યાસીઓની જેમ અત્યન્ત દુષ્કર એવા માસક્ષમણ તપ વગેરેને કરતા હોવા છતાં તેમને સ્વાભાવિક રીતે વ્રત(વિરતિ)ના પરિણામ હોતા નથી. કાગડાના દૃષ્ટાન્તથી તેમને અજ્ઞાનથી આવિષ્ટ-મૂઢ તરીકે જણાવ્યા છે.
જેમ કે કેટલાક કાગડાઓ નિર્મળ એવા પાણીથી પરિપૂર્ણ એવા સરોવરના વિસ્તારને છોડીને જળના ભ્રમથી મૃગજળ તરફ ચાલવા માંડ્યા. ત્યારે કેટલાકે તેમને ત્યાં જતાં રોક્યા. તે વખતે તેમનું માનીને જે પાછા ફર્યા તે સુખી થયા. જે પાછા ન આવ્યા તે મધ્યાહ્નના સૂર્યના પ્રખર તાપથી વ્યાકુળ બનેલા તરસ્યા જ મરી ગયા. આવી જ રીતે થોડા દોષથી ભય પામીને સમુદાયથી છૂટા પડીને પોતાની પ્રતિકલ્પનાથી વિહરવાની ઈચ્છાવાળા સંવિગ્નાભાસોને ગીતાર્થમહાત્માઓએ છૂટા પડતા રોક્યા. તેમનું માનીને જેઓ સમુદાયમાં રહ્યા તે જ્ઞાનાદિસંપત્તિના ભાજન બન્યા. પરંતુ જેમણે ગીતાર્થભગવન્તોની વાત માની નહિ અને સમુદાયથી છૂટા થઈને મનસ્વીપણે વિચરવા લાગ્યા; તેઓ