________________
સંવિગ્નાભાસોની છે. ભવસમુદ્રની ભયંકરતા સમજાયા વગર ગીતાર્થના પારતીનું મૂલ્ય સમજાશે નહિ. આ સંસારસમુદ્રથી તારનારાં બધાં જ સાધનોની તારકતા ગીતાર્થના પારસભ્યને લઈને છે. એ રીતે જોઈએ તો સમજી શકાશે કે ગીતાર્થના પારતન્યને છોડીને બીજા કોઈ જ સાધન સંસારસમુદ્રથી તારનારું નથી. ગીતાર્થની પરતતાનો સ્વીકાર કરવા મન તૈયાર થતું નથી- એનું વાસ્તવિક કારણ એક જ છે કે ભવની ભયંકરતાનો હજી ખ્યાલ આવ્યો નથી. આવી સ્થિતિમાં ભવસમુદ્ર કઈ રીતે તરાશે ? ભવની નિર્ગુણતાનો વાસ્તવિક રીતે પ્રત્યય (વિશ્વાસ) થાય એ પૂર્વે જ ધર્મક્રિયા કરવાનું ચાલુ ક્ય પછી પણ ભવનિર્ગુણતાની વાસ્તવિક પ્રતીતિ કરવા માટે જે રીતે ઉપેક્ષા સેવાય છે, તે અત્યન્ત ચિન્તાજનક છે. મોક્ષની સાધનાનો છેદ કરનાર સ્વચ્છેદતાને દૂર કરવાનું સામર્થ્ય માત્ર ગુરુપારતન્યમાં છે. એના ત્યાગથી અહિત જ થશે...૩-૧૮
સંવિગ્નાભાસીઓએ ગીતાર્થના પારતન્યનો ત્યાગ કર્યો હોવાથી તેમને જો જ્ઞાન નથી તો જ્ઞાનથી રહિત એવા તેઓ દુઃખે કરીને કરી શકાય એવા માસક્ષમણ વગેરે શા માટે કરે ? (અર્થાત્ તેમનાં તે તે દુષ્કર અનુષ્ઠાનોને જોઈને તેમને વિશિષ્ટ જ્ઞાન છેએમ માનવું જોઈએ.) -આવી શંકાનું નિરાકરણ કરવા માટે ઓગણીસમો શ્લોક છે –
अभिन्नग्रन्थयः प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करम् । बाह्या इवाव्रता मूढा ध्वांक्षज्ञातेन दर्शिताः ॥३-१९॥
-
-
-
-