________________
પરમતારક આજ્ઞા મુજબ વર્તનારા અજ્ઞાનીઓને પણ જ્ઞાન મનાય છે, જે ગીતાર્થની પરતત્રતા સ્વરૂપ છે. સંવિગ્ન (માત્ર બાહ્યાચરણની અપેક્ષાએ) અને અગીતાર્થ એવા એ સાધુઓ સ્વેચ્છાચારી હોવાથી ગીતાર્થ નથી અને ગીતાર્થપરતત્વ પણ નથી. તેથી ઉભય રીતે (મુખ્ય અને ગૌણ રીતે) તેમને જ્ઞાન નથી. જ્ઞાન વિના તેમના ઉત્કટ પણ આચારથી મોક્ષની પ્રાપ્તિ શક્ય નહિ જ બને. તેથી તેમને કદર્થના સ્પષ્ટ છે. કષ્ટ વેઠ્યા પછી પણ જ્યારે ફળની પ્રાપ્તિ થતી નથી, ત્યારે તે કષ્ટ વેઠવાની પ્રવૃત્તિ કદર્થનાસ્વરૂપ છે. તે એક જાતનું અજ્ઞાનકષ્ટ છે. એનાથી ખાસ કોઈ લાભ નથી, ઉપરથી નુકસાન ઘણું છે. મોક્ષપ્રાપ્તિ માટે સાધનાનો આરંભ કર્યા પછી-નહિ જેવા દોષના નિવારણ માટે સ્વચ્છંદી બની સંસારમાં પરિભ્રમણ કરવું - એના કરતાં બીજી કોઈ મોટી કદર્થના છે ? તેથી ગીતાર્થપારતન્ય કોઈ પણ રીતે કેળવી લેવું જોઈએ. એના ત્યાગમાં હિત નથી. ૩-૧ળા | ગીતાર્થપારતન્યનો ત્યાગ કરનારાને જે ફળ મળે છે. તેનું વર્ણન કરાય છે – तत्त्यागेनाफलं तेषां शुद्धोञ्छादिकमप्यहो। विपरीतं फलं वा स्यान्नौभय इव वारिधौ ॥३-१८॥ ,
, “ગીતાર્થપારતન્યનો ત્યાગ કરવાથી સંવિગ્નાભાસીઓની શુદ્ધભિક્ષા ગ્રહણ કરવાદિની પ્રવૃત્તિ ફળથી રહિત છે તેમ જ સમુદ્રમાં નૌકાનો ભંગ થવા સ્વરૂપવિપરીત ફળવાળી છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ગીતાર્થનું પારતન્ય છોડીને પોતાની ઈચ્છા મુજબ જેઓ