________________
જરૂર નથી. આપણે એ નજરે જોઈ જ રહ્યા છીએ. સંવિગ્ન (બાહ્યાચરણની અપેક્ષાએ) અગીતાર્થોનું સ્વેચ્છાચારિતા એ ખૂબ જ મોટું દૂષણ છે... ૩-૧૬॥
સંવિગ્ન અગીતાર્થ આત્માઓ સમુદાયના દોષોના કારણે સમુદાયથી છૂટા થયા છે, જલસા કરવા માટે તેઓ છૂટા થયા નથી. પોતાની બુદ્ધિ મુજબ ચારિત્રની ઉત્કટ આરાધના તેઓ કરે છે. એ ઉત્કટ આરાધનાથી જ તેમને મોક્ષની પ્રાપ્તિ થશે. તો પછી તેમને કદર્થનાનો સંભવ ક્યાં છે?-આવી શંકાનું સમાધાન કરાય છે
गीतार्थपरतन्त्र्येण ज्ञानमज्ञानिनां मतम् ।
विना चक्षुष्मदाधारमन्धः पथि कथं व्रजेत् ॥३- १७।। “અજ્ઞાનીઓને ગીતાર્થની પરતન્ત્રતાના કારણે જ્ઞાન છે. દેખતા માણસના આધાર વિના અન્ય માણસ માર્ગમાં કઈ રીતે ગમન કરે ?'' - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-મોક્ષપ્રાપ્તિની ભાવનાથી મોક્ષમાર્ગે ગમન કરતી વખતે મુમુક્ષુ આત્માઓને એની ખબર છે કે જ્ઞાન અને ક્રિયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન અને ક્રિયામાં પણ પ્રધાનતા જ્ઞાનની છે. ક્રિયા પણ જ્ઞાનપૂર્વકની હોય તો મોક્ષની પ્રત્યે કારણ બને છે, અન્યથા તે કારણ બનતી નથી. સંયમજીવનની સાધનામાં જ્ઞાનનું કેવું મહત્ત્વ છે એ સૌ કોઈ સમજે છે.
સમુદાયના થોડા દોષોથી ગભરાઈને જેઓ સમુદાયને છોડીને જતા રહે છે; તે બધાને જ્ઞાનની જ પ્રાપ્તિ થતી નથી. કારણ કે મુખ્યપણે જ્ઞાન; ગીતાર્થમહાત્માઓને જ હોય છે. તેઓશ્રીની
૩૩