________________
પોતે યથાચ્છન્દ એટલે કે પોતાની ઇચ્છા મુજબ વર્તનારા હોવા છતાં પોતે પણ વંદનીય નથી- એ વાતને જાણતા નથી. આ રીતે સંવિગ્ન અગીતાર્થ બીજાના દોષ જુએ છે, પરન્તુ પોતાના દોષ તેઓ જોતા નથી. તેમની આ મોટી કદર્થના છે. આવી કદર્શના આજે ઘણા લોકો અનુભવી રહ્યા છે, પણ તેનો તેમને ખ્યાલ આવે એવી કોઈ શક્યતા જણાતી નથી.
કહેવાતા બે-તિથિવર્ગ ઉપર જેટલા તેઓ આક્ષેપ કરી રહ્યા છે, એ બધા જ આક્ષેપો એમની જાત માટે પણ કરી શકાય છે. પરન્તુ શિષ્ટાચરણના નામે અશિષ્ટ જનોના આચરણને વિસ્તારવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. જીતાચારના નામે શાસ્ત્રનિષિદ્ધ આચરણના વ્યવસ્થાપનનો ઉદ્દેશ સિદ્ધ કરવા તેઓ પ્રયત્નશીલ છે. આજથી સેંકડો વર્ષ પૂર્વે જણાવેલી વાતો તેના યથાર્થ સ્વરૂપે આજે આપણે જોઈ શકીએ છીએ. સંવિગ્ન અગીતાર્થોની પ્રવૃત્તિમાં કોઈ પણ જાતનો સુધારો થાય એવી આશા લગભગ નથી. આપણે એમની વાતોમાં આવી ના જઈએ. એટલે બસ !
ઓછા-વધતા પ્રમાણમાં આવા લોકોનો વર્ગ લગભગ દરેક સમુદાયમાં જ નહિ દરેક ગ્રુપમાં તૈયાર થઈ ગયો છે. ઉત્કટ આચારોના નામે સ્વેચ્છા મુજબ જીવવાનો ઉપાય સંવિગ્ન અગીતાર્થ મહાત્માઓએ બરાબર શોધી લીધો છે. ગુરુપારતન્ત્ય સમગ્ર સાધુસામાચારીનો એકમાત્ર આધાર છે. સ્વેચ્છાચારિતાએ એ એકમાત્ર આધારને જ તોડી પાડ્યો છે. આધાર વિનાના આધેયની કેવી દશા થાય એનું વર્ણન કરવાની ખરેખર જ
-