Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ વાર આવે છે. અહીં તો સદાને માટે હોળી છે. તેની રાખમાં રમવાનું સર્વથા દૂર કર્યા વિના ચાલે એવું નથી. અસંવિગ્ન પુરુષોની આચરણાને અહીં હોળીમાં રમનારા અશિષ્ટ જનોના આચાર જેવી વર્ણવી છે. એનાથી એની દુષ્ટતાનો ખ્યાલ આવી જાય છે. ભસ્મગ્રહની અસરના કારણે એવા લોકોનો આદર થતો જ રહેવાનો. એ ખ્યાલમાં રાખી મુમુક્ષુઓએ એવા આદરાદિને જોઈને પ્રભાવિત થવું ના જોઈએ. અન્યથા અસંવિગ્ન જનોના આચરણથી દૂર રહી શકાશે નહિ... ૩-૧૪ અસંવિગ્ન જનોની આચરણાને દુષ્ટસ્વરૂપે વર્ણવીને પ્રસજ્ઞથી કેટલાક સંવિગ્નમહાત્માઓના આચરણની દુષ્ટતા જણાવાય છે – समुदाये मनाग्दोषभीतैः स्वेच्छाविहारिभिः । संविग्नैरप्यगीताथैः परेभ्यो नातिरिच्यते ॥३-१५।। “સમુદાયમાંના થોડા દોષથી ગભરાયેલા એવા પોતાની ઈચ્છા મુજબ વિચરનારા અગીતાર્થ સંવિગ્નજનો પણ અસંવિગ્ન જનોથી જુદા નથી.” - આ પ્રમાણે શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે સમુદાયમાં ગુરુભગવન્તની સાથે રહેવાથી કોઈ વાર સહવર્તી સાધુઓની સાથે સામાન્ય ઝઘડો થઈ જાય, દોષિત ગોચરીપાણી કે વસતિ વગેરે ગ્રહણ કરવા પડે....વગેરે થોડા દોષો સેવવા પડે છે, જેના પરિણામે પાપબન્ધ થાય છે - આવા પ્રકારના ભયને લઈને પોતાની ઇચ્છા મુજબ કેટલાક સંવિગ્ન પુરુષો સમુદાયથી અલગ થઈને વિહાર કરે છે. ખરી રીતે તો આવાઓને સંવિગ્ન માની શકાય નહિ. પરન્તુ કપડાંનો કાપ =૩૦)

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66