________________
इदं कलिरजः पर्वभस्म भस्मग्रहोदयः । खेलनं तदसंविग्नराजस्यैवाधुनोचितम् ॥३-१४॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે અસંવિગ્ન પુરુષોનું આચરણ કઈ જાતનું દુષ્ટ છે - તે જણાવવા પૂર્વક વર્તમાનમાં તેમનો જે અભ્યદય જણાય છે તેનું કારણ આ શ્લોકથી જણાવાય છે. - આ (દુષ્ટ આચરણ) કલિકાલની રજ છે. તેમ જ ભસ્મગ્રહના ઉદય સ્વરૂપ આ હોળીની રાખ છે. આવી ધૂળ અને રાખથી રમવાનું કાર્ય અસંવિગ્નોમાં શ્રેષ્ઠ એવા પુરુષને જ હાલમાં ઉચિત છે. જે સામાન્યથી પણ શિષ્ટ હોય તેને આવી રમત કરવાનું ગમે એવું જ નથી. આથી સમજી શકાશે કે હોળીની રાખ અને કલિકાલની રજથી રમવાનું જેમ શિષ્ટજનોચિત નથી, તેમ અસંવિગ્નજનોચિત આચરણ પણ શિષ્ટ પુરુષોને છાજે એવું નથી. આમ છતાં જ્યાં જઈએ ત્યાં હોળીના દિવસોમાં રાખથી રમનારા જ અશિષ્ટ પુરુષો જ જોવા મળશે. તે દિવસોમાં તો શિષ્ટ પુરુષોને ઘરની બહાર નીકળવાનું પણ કપરું થઈ પડે છે. આવું જ ભસ્મગ્રહોદયના પ્રભાવે બન્યું છે. અસંવિગ્ન પુરુષોનો પુણ્યપ્રકર્ષ લગભગ બધે જ જોવા મળે છે. સંવિગ્ન પુરુષોને તો લગભગ શોધવા નીકળવું પડે તેમ છે - આ એક ભસ્મગ્રહની જ અસર છે. એક બાજુ દુષ્ટ આચરણ અને બીજી બાજુ પુણ્યનો ઉદય – આ ભસ્મગ્રહોદયની દુષ્ટ અસર છે. એના ઉપક્રમે અસંવિગ્નો દિન-પ્રતિદિન પૂજાતા જ રહેવાના. હોળીની રાખમાં રમવું કે ન રમવું - એનો નિર્ણય આપણે જાતે જ કરવો પડશે. દુનિયાની હોળી તો વરસમાં એક