Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ જણાવવાનો જ ન હોય તો તે તે સૂત્રમાં શ્રાવકોના લધષ્ઠા અને ગહિઅઠા ઇત્યાદિ પદોથી જણાવેલા ગુણોનું વર્ણન સદ્ગત નહીં થાય. પૂ. સાધુભગવતે કહેલા સૂક્ષ્મ અર્થને પરિણાવવાનું સામર્થ્ય શ્રાવકોમાં છે - એ તે પદોથી જણાવાયું છે. પૂ. સાધુભગવન્તો, ગૃહસ્થને એવા સૂક્ષ્મ અર્થને જણાવતા હોય તો જ તે વર્ણન સદ્ગત બને. આ૩-૧૨ અસંવિગ્ન પુરુષોનું જ બીજું આચરણ જણાવાય છે. - तेषां निन्दाल्पसाधूनां बह्वाचरणमानिनाम् । प्रवृत्ताङ्गीकृतात्यागे मिथ्यादृग्गुणदर्शिनी ॥३-१३॥ ઘણા લોકોએ જે આચર્યું છે તે અમે આચરીએ છીએએમ માનનારા તે અસંવિગ્ન પુરુષો અલ્પ એવા સાધુભગવન્તોની જે નિન્દા કરે છે; તે, પોતે સ્વીકારેલ મિથ્યાભૂત આચારનો ત્યાગ નહિ કરવાનું માનવાથી મિથ્યાત્વીઓના ગુણને જોવાના સ્વભાવે પ્રવર્તી છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અસંવિગ્ન જનો દુષ્ટ પ્રવૃત્તિઓ તો કર્યા જ કરે છે. અને સાથે સાથે બહુ જ પરિમિત સંખ્યામાં રહેલા સાધુઓની એ નિન્દા કરે છે. “ઘણા લોકોએ આચરેલું અમે કરીએ છીએ, અમારી બહુમતિ છે, આ સાધુઓ તો થોડા છે, સંવિગ્નપણાનું તેમને અભિમાન છે અને દર્ભને સેવનારા છે.'- આવી જાતના અભિમાનને ધરનારા અસંવિગ્નજનો ખૂબ જ અલ્પસંખ્યામાં રહેલા સાધુઓની એ રીતે નિદા કરે છે. તેમની આ નિન્દા; ઘણા લોકોથી કરાયેલ આચરણ મિથ્યાસ્વરૂપ હોવા છતાં તેનો ત્યાગ નહિ કરવાનું સ્વીકારવાથી સ્પષ્ટ છે કે Oા .

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66