________________
મિથ્યાત્વીઓના ગુણને જોઈને પ્રવર્તેલી છે. કારણ કે સમ્યત્વવન્ત આત્માઓની અપેક્ષાએ મિથ્યાત્વીઓની સંખ્યા ઘણી છે. સદાને માટે તેમની જ (મિથ્યાત્વીઓની જ) બહુમતી રહેવાની. ઘણાઓએ આચરેલ જ આચરવાનું હોય તો મિથ્યાત્વીઓનો જ ધર્મ આરાધવો પડશે. આ જ વાત ઉપદેશપદમાં જણાવી છે કે - બહુજનપ્રવૃત્તિ માત્ર જેમને માન્ય હોય તેમણે લૌકિક ધર્મનો ત્યાગ કરવો નહિ, કારણ કે બહુજનપ્રવૃત્તિ લૌકિક ધર્મમાં છે.
વસ્તુની સદસપતાનો વિચાર કર્યા વિના, માત્ર ઘણા લોકોની એ પ્રવૃત્તિ છે; એમ માનીને તેને ઉપાદેય માનનારા માટે અહીં જણાવેલી વાતનો વિચાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. એકતા, સંગઠન અને બહુમતીના નામે આજે જે રીતે મનસ્વીપણે આચરણ કરાય છે - તે ખૂબ જ ચિન્તાજનક છે. ગંભીરપણે એ અંગે વિચારવામાં નહિ આવે તો આજની પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે- એ કહી શકાય એમ નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શબ્દના પ્રામાણ્યના ઉદ્દેશની હાનિ થાય એ રીતે શિષ્ટાચારનું પ્રામાણ્ય કોઈ પણ ન જ માને એ સમજી શકાય છે. સ્પષ્ટ પાઠ હોવા છતાં અને એ મુજબ ખૂબ જ સરળતાથી વર્તી શકાય એમ હોવા છતાં માત્ર બીજાની સાથે રહેવા માટે આચારમાં ફેરફાર કરવો : એ શિષ્ટાચરણ નથી – એનો ખ્યાલ મુમુક્ષુઓએ તો રાખવો જોઈએ. પોતાની જાતને શિષ્ટ માન્યા કરતાં શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શબ્દને અનુસરવામાં આપણા સૌનું હિત સમાયેલું છે. ૩-૧૩
ઉપર જણાવ્યા મુજબના અશિષ્ટાચરણની દુષ્ટતા વર્ણવાય
(૨૮