________________
વિંશિક ભા. ૨માં ભાવાનુવાદકારે આ અંગે ઘણી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે. પરન્તુ જ્ઞાન અને મોહનો ભેદ સમજાવવાનું રહી ગયું લાગે છે. ખરેખર મોહ દુરતિમ છે.
૩-૯૧૦૧૧ અસંવિગ્નોનું જ બીજું આચરણ જણાવવા પૂર્વક મોહની દુષ્ટતા જણાવાય છે. –
अप्येष शिथिलोल्लापो न श्राव्यो गृहमेधिनाम् । सूक्ष्मोऽर्थ इत्यदोऽयुक्तं सूत्रे तद्गुणवर्णनात् ॥३-१२॥
“આ પણ, શિથિલ એવા અસંવિગ્ન પુરુષોનો ઉલ્લાપ (બકવાસ) છે કે- “શ્રાવકોને સૂક્ષ્મ અર્થ નહિ જણાવવો.' એ વચન અયુક્ત છે. કારણ કે આગમમાં કેટલાંક ગૃહસ્થના ગુણ તરીકે તેનું વર્ણન કરાયું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “શ્રાવકોને સૂક્ષ્મ અર્થ જણાવવો નહિ જોઈએ - આ મુજબ શિથિલ- અસંવિગ્ન- જનો જણાવતા હોય છે, પરંતુ તેમનું તે કથન અયુત છે. કારણ કે શ્રી ભગવતી વગેરે ગ્રન્થમાં કેટલાક શ્રાવકોના ગુણ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં ફરમાવ્યું છે કે કેટલાક શ્રાવકો લબ્ધાર્થ અને ગૃહીતાર્થ છે. અર્થાત્ કેટલાક શ્રાવકો તત્ત્વાર્થને પામેલા છે અને કેટલાક શ્રાવકો મોક્ષમાર્ગને ગ્રહણ કરેલા છે. પૂ. સાધુ ભગવન્તોએ કહેલા સૂક્ષ્મ અર્થને પરિણામ પમાડવાના સામર્થ્યનું એ પદોથી પ્રતિપાદન કરાયું છે. “સખ્યત્ત્વ-ઘર' માં ઉપર જણાવેલી વિગત પ્રસિદ્ધ છે. આથી સમજી શકાશે કે અસંવિગ્ન - શિથિલ જનોના જણાવ્યા મુજબ શ્રાવકોને સૂક્ષ્મ અર્થ