Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ दर्शयद्भिः कुलाचारलोपादामुष्मिकं भयम् । वारयद्भिः स्वगच्छीयगृहिण: साधुसंगतिम् ॥३-९॥ द्रव्यस्तवं यतीनामप्यनुपश्यद्भिरुत्तमम् । विवेकविकलं दानं स्थापयद्भि र्यथा तथा ॥३-१०॥ अपुष्टालंबनोत्सिक्तैर्मुग्धमीनेषु मैनिकैः । इत्थं दोषादसंविग्नैर्हहा विश्वं विडम्बितम् ॥३-११॥ કુલાચારના લોપ(ત્યાગ)થી ભવાન્તરમાં માઠાં પરિણામ ભોગવવાં પડશે..ઇત્યાદિ ભય દર્શાવનારા; પોતાના ગચ્છના ગૃહસ્થોને પૂ. સાધુમહાત્મા પાસે જતા રોકનારા; પૂ. સાધુભગવન્તોને પણ દ્રવ્યસ્તવ ઉત્તમ છે – એ પ્રમાણે માનનારા; જેમ-તેમ પણ દાન આપવું જોઈએ, આપવાથી બહુ લાભ છે...ઇત્યાદિ રીતે વિવેકહીને દાનને ઉપાદેય માનનારા; અપુષ્ટાલમ્બન લેવામાં તત્પર બનેલા એવા અસંવિગ્નોએ, મુગ્ધ માછલીઓને વિશે માછીમારોની જેમ મોહથી વિશ્વની વિડંબના કરી છે. આ પ્રમાણે નવમા, દશમા અને અગિયારમા - ત્રણ શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે-કુલાચારનું ઉલ્લંઘન કરવાથી પરલોકમાં તેના દુષ્ટ વિપાક પ્રાપ્ત થશે’–આ પ્રમાણે કુલાચારલોપથી પ્રાપ્ત થનારા ભયને બતાવતા અસંવિગ્ન પુરુષો પોતાના પરિચિતોને જણાવતા હોય છે કે “આપણે તો વર્ષોથી આ પ્રમાણે જ કરીએ છીએ. તમારા બાપદાદાઓ પણ આ રીતે કરતા હતા. તમારા કુળમાં આ જ પરંપરા છે. માટે અહીં જ આવવાનું, સાધુઓ પાસે નહીં જવાનું...” વગેરે કહીને પોતાના તે તે (૨૪)

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66