________________
આત્માઓ યાદ રાખે. સામા પક્ષની માન્યતા સમજવાની જેમનામાં પાત્રતા નથી તેઓ સામા પક્ષનું ખંડન કરે છે. ભાવાનુવાદ કર્તાને બેવડી જવાબદારી નભાવવાની છે. એક તો અત્યાર સુધી તિથિ વગેરેની જે આરાધના કરી તે ખોટી હતી : એ સ્પષ્ટ કરવાનું. અને બીજી એ કે હવે જે રીતે આરાધના કરવાની છે; તે સાચી છે એ સ્પષ્ટ કરવાનું. આથી તાલ ન રહે એ બનવાજોગ છે. આપણે એવી જવાબદારી નભાવવાની નથી એટલે આપણે તાલ ચૂકી જવાની આવશ્યકતા નથી.
તિથિ સામાચારી છે કે સિદ્ધાન્ત છે : આ વિષયમાં વિવાદ-વિપ્રતિપત્તિ છે. એના જવાબમાં ભાવાનુવાદકશ્રી સંવત્સરીની આરાધના સામાચારી છે - એ પ્રમાણે જણાવે છે. આવું જ આ. શ્રી નરેન્દ્રસાગરજી મ. પણ જણાવે છે. તિથિ સમાચારી છે કે નહિ અથવા સિદ્ધાન્ત છે કે નહિ : આ પ્રમાણે પ્રશ્ન કરનારાના આશયને સમજીને પ્રશ્નને અનુરૂપ મહાનુભાવો જવાબ આપશે : એવી અત્યારે તો આશા રાખીએ ત્યાં સુધી પરમતારક શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ પર્યાપર્વસઘળીય તિથિઓની; ક્ષય-વૃદ્ધિ શ્રી સંઘમાન્ય પંચાંગમાં જણાવ્યા મુજબ માન્ય રાખી ક્ષયે પૂર્વા...ઇત્યાદિ નિયમ મુજબ આરાધના કરવાનું ચાલુ રાખીએ... I૩-૮॥
આ રીતે સંવિગ્ન શિષ્ટ જનોના આચરણને માર્ગ તરીકે જણાવીને હવે ત્રણ શ્લોકથી અવિગ્ન-અશિષ્ટ પુરુષોનું આચરણ, એ માર્ગ નથી : એ જણાવવા પૂર્વક તેનાથી વિશ્વવિડંબના થાય છે-તે જણાવાય છે
૨૩