________________
અહીં એ યાદ રાખવું જોઈએ કે સંવિગ્ન. અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોનું આચરણ પ્રમાણ છે. અસંવિગ્ન, શઠ કે અગીતાર્થ એવા અશિષ્ટ જનોનું આચરણ પ્રમાણ નથી. શિષ્ટસ્વરૂપ એક-બે જનનું પણ આચરણ પ્રમાણ નથી. સૂત્રમાં જેનો સ્પષ્ટ નિષેધ છે અને દ્રવ્યાદિનું પુણાલંબન ન હોય એવું આચરણ પણ પ્રમાણ નથી. જેનું શાસ્ત્રમાં વિધાન છે તેનાથી ઈતરનો નિષેધ હોય છે' - આ ન્યાયનો ઉપયોગ કરતી વખતે વિવેકસમ્પન્નતા કેળવવી જોઈએ. ન્યાયનો ઉપયોગ વૃદ્ધ પુરુષોની લાકડીની જેમ ઈષ્ટની સિદ્ધિ માટે કરવાનો છે, ઈષ્ટના ઉચ્છેદ માટે કરવાનો નથી. દ્રવ્યાદિનું આલંબન આરાધના માટે છે, આજ્ઞાની અનારાધના માટે નથી... ઇત્યાદિ ખૂબ જ વિવેકપૂર્વક વિચારવું જોઈએ. આગમાનુસારી પ્રવૃત્તિમાં ક્યા સંયોગે કઈ જાતનો ફેરફાર કરી શકાય - એ અંગે પણ મર્યાદા છે. એ મર્યાદાનો ખ્યાલ રાખ્યા વિના પોતાની જાતને શિષ્ટ માની એ પ્રવૃત્તિમાં મનસ્વીપણે ફેરફાર કરવાની પ્રવૃત્તિ પ્રમાણભૂત નથી. લોકને રાજી કરવા, લોકચાહના મેળવવા, લોક તરફથી સ્થાનમાનાદિ મેળવવાં અથવા તો એક વ્યક્તિ પ્રત્યેના દ્વેષ, ઇષ્ય, માત્સર્ય વગેરેના કારણે શાસ્ત્રસિદ્ધ આચરણમાં ફેરફાર કરવાનું પ્રમાણભૂત નથી. એ શિષ્ટાચરણ નથી, પરંતુ મહાઅશિષ્ટાચરણ છે. એને માર્ગ ન કહેવાય, ઉન્માર્ગ કહેવાય.
ઉત્સર્ગ અને અપવાદ સ્થળે પણ વિવેકનું જ પ્રાધાન્ય છે. રાગાદિ દોષોની જેમાં હાનિ થવી જોઈએ તેના બદલે તેની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિ પણ શિષ્ટાચાર તરીકે ગણાય તો દુનિયામાં
*