________________
કોઈ જ અશિષ્ટાચાર નથી. બધા જ શિષ્ટાચાર તરીકે વર્ણવવા પડશે. મોક્ષસાધક સંયમની સાધના માટે તે તે જીવોની યોગ્યતાનુસાર ફેરફાર કરી કોઈ પ્રવૃત્તિ કરાવવી પડે – એ સમજી શકાય છે. પરન્તુ એકતા માટે કરાતી પ્રવૃત્તિ મોક્ષસાધક ન હોવાથી તેને શિષ્ટાચરણ તરીકે વર્ણવવાનું ખૂબ જ અનુચિત છે. પ્રવૃત્તિનું પ્રામાણ્ય તેની મોક્ષસાધકતાને લઈને છે. એકતા મોક્ષસાધના માટે ઉપયોગિની નથી. એકતા માટે કરાતી કોઈ પણ પ્રવૃત્તિ શિષ્ટાચરણસ્વરૂપ નથી. મોક્ષ-સાધક વિહિત અનુષ્ઠાનો સામર્થ્યના અભાવે જ્યારે લગભગ સર્વથા અશક્ય બને છે, ત્યારે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓ ઉદ્દેશને બાધ ન પહોંચે-એ રીતે તે અનુષ્ઠાનોમાં થોડો ફરક કરી તેનું આચરણ શરૂ કરે છે, જે પ્રમાણભૂત છે. અશિષ્ટ જનોને મોક્ષનો ઉદ્દેશ જ ન હોવાથી તેમના આચરણને પ્રમાણ માનવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ‘દ્વાત્રિંશદ્ ાત્રિંશિત મા. ’માં ભાવાનુવાદકર્તાએ તિથિચર્ચા અંગે પણ ચિકાર અસંબદ્ધ વાતો કરી છે. એ અંગે ખરી રીતે હવે કાંઈ પણ જણાવવાની જરૂર નથી. અત્યાર સુધીમાં એ બધી વાતો અંગે વિસ્તારથી અનેક વાર જણાવાયું છે. પરન્તુ સાચું સમજવાનું, ગ્રહણ કરવાનું અને આચરવાનું જેમના સ્વભાવમાં જ નથી એવા લોકો માટે સહેજ પણ પ્રયત્ન કરવાની જરૂર નથી. રાજકારણીઓ જેમ દેશકલ્યાણની ભાવનાથી રાતોરાત અંતરના અવાજે પક્ષપલટો કરતા હોય છે તેમ શાસનના કલ્યાણની ભાવનાથી અન્તરના અવાજે રાતોરાત સિદ્ધાન્તમાં ફેરફાર કરનારની પ્રવૃત્તિ શિષ્ટાચરણ નથી એટલું મુમુક્ષુ
૨૨
-