________________
જીવને ગારવમગ્ન બનાવે છે અને પછી આત્માને પ્રાપ્ત થયેલી સમજણ ઉપર આવરણ આવવા માંડે છે. રસાદિગારવની સમજણ પણ એ ગારવની મગ્નતાના કારણે નષ્ટ થાય છે. રસાદિગારની મગ્નતા ક્યારે પણ જ્ઞાનાદિમાં મગ્નતા નહિ આવવા દે. રસ, ઋદ્િધ અને શાતાની આસક્તિને તોડવાનું ઘણું જ અઘરું છે. અપ્રતિમ સામર્થ્યને વરેલાને પણ તદ્દન અસમર્થ બનાવવાનું કાર્ય રસાદિ ગારની મગ્નતાનું છે. આ મોહના કારણે વિસ્તાર પામતું અજ્ઞાન ખૂબ જ ભયંકર છે. ઔષધના સેવન પછી પણ વધતા જતા રોગની ભયંકરતાને જેઓ સમજી શકે છે, તેમને ગારવામગ્નતાસ્વરૂપ મોહના કારણે દુષ્ટાચરણ કેવું વધે છે - તે સમજાવવાની જરૂર નથી.
આ બત્રીશીના આ આઠમા શ્લોકનું વિવેચન કરનારાએ ‘ત્રિશ વિંશિ’ મી. (પ્રકાશક: - દિવ્યદર્શનટ્રસ્ટધોળકા) આ પુસ્તકમાં એ શ્લોકની ટિપ્પણીમાં જે જણાવ્યું છે, તે અંગે થોડી વિચારણા કરી લેવાનું આવશ્યક છે. તેમના લખાણની વિસંગતિને સ્પષ્ટપણે જણાવવા માટે એકાદ પુસ્તિકા લખવી પડે. અહીં એ શક્ય નથી. સામાન્ય રીતે વિદ્વાન પુરુષોનું ધ્યાન ખેંચવાનો અહીં પ્રયાસ છે. બાકી તો તેઓ સ્વયં તે લખાણમાંની વિસંગતિ સમજી શકશે. પુસ્તકના પૂ. નં ૭૩ ઉપરની એ ટિપ્પણીમાં ભાવાનુવાદક પોતે જે ભાવ સમજ્યા છે, એની પાછળનો એમનો જે આશય છે; અને એ આશયનું જે કારણ છે - એની જેમને ખબર છે, તેઓ બધાને એ લખાણની વિસદ્ગતિ સમજવાનું ખૂબ જ સરળ છે.