________________
એ આચાર નથી. ૩-બા
શિષ્ટ જનોના આચરણમાં અને અશિષ્ટ જનોના આચરણમાં જે ભેદ છે તે જણાવાય છે –
आद्यं ज्ञानात् परं मोहाद् विशेषो विशदोऽनयोः । एकत्वं नानयोर्युक्तं काचमाणिक्ययोरिव ॥३-८॥
“આદ્ય-સંવિગ્નગીતાર્થનું આચરણ (કલ્પપ્રાચરણાદિ) જ્ઞાનથી (તત્ત્વજ્ઞાનથી) થયેલું છે. અને બીજું -અસંવિગ્ન પુરુષોનું આચરણ (શ્રાદ્ધમમત્વાદિ) મોહથી (રસગારવાદિ મગ્નતાથી) થયેલું છે. તેથી એ બેમાં મોટો ફરક છે. કાચ અને મણિની જેમ એ બેમાં સામ્ય માનવાનું યુદ્ધ નથી.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે કલ્પપ્રાચરણાદિ કે શ્રાદ્ધમમત્વાદિ આચારોનું શાસ્ત્રમાં વિધાન નથી. પાછંળથી મહાત્માઓએ તે શરૂ કર્યું છે - એ રીતે બંનેની એકરૂપતા હોવા છતાં બંને એકરૂપ નથી. એ બેમાં ઘણું અત્તર છે. કાચ અને મણિમાં જેટલું અંતર છે; એટલું અન્તર એ બેમાં છે. કારણ કે શિષ્ટ જનોનું કલ્પપ્રાચરણાદિસ્વરૂપ આચરણ જ્ઞાનથી જન્ય છે અને શ્રાદ્ધમમત્વાદિનું કારણ મોહ છે.
જ્ઞાન અને મોહનું સ્વરૂપ સમજાવતાં ગ્રન્થકારશ્રીએ ખૂબ જ ઓછા શબ્દમાં માર્મિક વાત જણાવી છે. અહીં જ્ઞાનનો અર્થ તત્ત્વજ્ઞાન કર્યો છે અને મોહનો અર્થ ગારમગ્નતા કર્યો છે. સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થ પુરુષોના જ્ઞાનની તાત્વિક્તામાં કોઈ વિવાદ નથી. તત્તાનુસારી એ જ્ઞાન આત્મતત્ત્વની પ્રાપ્તિનું ખૂબ જ મહત્ત્વનું કારણ છે. એ શિષ્ટ જનો જે કોઈ આચરણ