Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ છે. ગોચરી વગેરે જતી વખતે ખભા ઉપર એ કપડો મૂકવાનું વિધાન આગમમાં છે. વર્તમાનમાં એ કપડો ઓઢીને ગોચરી વગેરે જવાય છે. વર્તમાન ચોલપટ્ટાના સ્થાને પૂર્વે અગ્રાવતાર પહેરવાનું વિધાન હતું. પાછળના ભાગને આચ્છાદિત કર્યા વિના માત્ર આગળના જ ભાગમાં અગ્રાવતાર ધારણ કરવાનું આગમમાં વિધાન હતું. પરતું તેનો ત્યાગ કરી વર્તમાનમાં તેના સ્થાને ચોલપટ્ટો પહેરવાનું વિહિત છે. પૂર્વે ચોરસ કપડામાં પાત્રાં મૂકી મૂઠીમાં વસ્ત્રના ચાર છેડા પકડી ગોચરી લાવવાનું વિહિત હતું. વર્તમાનમાં ઝોળીને ગાંઠ મારી હાથમાં લટકાવીને ભિક્ષા લવાય છે; તેને ઝોળીની ભિક્ષા કહેવાય છે. ઔપગ્રહિક કડાઇ, પરાત વગેરે પાત્રાદિ પૂર્વે ગ્રહણ કરતા નહિ, વર્તમાનમાં લેવાય છે. તેમ જ તરપણી પૂર્વે વપરાતી નહિ, અત્યારે તુંબડા વગેરેમાંથી બનાવેલી તરપણી લેવાય છે, તેની ઉપર કાંઠો કરાય છે અને તેમાં દોરો નંખાય છે.....ઇત્યાદિ સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓના પ્રમાણભૂત આચાર વર્ણવ્યા છે. એ આચારોથી વિપરીત અપ્રમાણભૂત આચારોનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-શ્રાવકો પ્રત્યે મમત્વ; શરીરની વિભૂષા માટે અશુદ્ધ ઉપધિ-અશન-પાનાદિ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ; કાયમ માટે આપેલા ઉપાશ્રયાદિને વાપરવા અને ઓશિકા, ગાદી વગેરે વાપરવા-આ બધા પ્રમાદનું કારણ હોવાથી પ્રમાદાચરણસ્વરૂપ છે તેથી પ્રમાણભૂત નથી. સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓના ૧૭

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66