________________
ધર્મરત્નપ્રકરણમાં ફરમાવ્યું છે કે, “જે આગમમાં વિહિત નથી અને નિષિદ્ધ પણ નથી અને ગીતાર્થ પુરુષોમાં લાંબા કાળથી રૂઢ (માન્ય-પ્રસિધ) છે, તેને પોતાની બુદ્ધિથી દોષોની કલ્પના કરીને ગીતાર્થ મહાત્માઓ દૂષિત કરતા નથી. આથી સમજી શકાશે કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થમહાત્માઓનું આચરણ માર્ગ છે. તેને છોડીને બીજાનાં આચરણો માર્ગ નથી. માટે તે પ્રમાણ નથી. ૩-દો
કેટલાંક પ્રમાણભૂત અને અપ્રમાણભૂત આચરણો જણાવાયા છે –
संविग्नाचरणं सम्यक्कल्पप्रावरणादिकम् । विपर्यस्तं पुनः श्राद्धममत्वप्रभृति स्मृतम् ॥३-७॥
“સારી રીતે કપડાં ઓઢવાં વગેરે સંવિગ્નમહાત્માઓનું આચરણ છે. અને એનાથી વિપરીત શ્રાવકોની પ્રત્યે મમત્વ....વગેરે અસંવિગ્નોનું આચરણ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સાધુઓની મર્યાદાથી કલ્પપ્રાવરણ વગેરે સંવિગ્નપુરુષોનો આચાર છે. આ વિષયમાં જણાવતાં શ્રી ધર્મરત્નપ્રકરણમાં ફરમાવ્યું છે કે; સૂત્રમાં બીજી જ રીતે જણાવ્યું હોવા છતાં પણ કાલાદિ કારણને લઈને સંવિગ્ન એવા ગીતાર્થ પુરુષોએ જુદી જ રીતે આચરેલું વર્તમાનમાં દેખાય છે. જેમ કેકલ્પપ્રાવરણ, અગ્રાવતારનો ત્યાગ, ઝોળીની ભિક્ષા, ઔપગ્રહિક કડાઈ તગારું પરાત, તરાણી, તેની ઉપર કાંઠો બનાવવો અને તેમાં દોરો નાંખવો. સાડા ત્રણ હાથ લાંબો અને અઢી હાથ પહોળો જે કપડો છે તેને આગમની પરિભાષામાં કલ્પ કહેવાય