________________
નિષેધ કર્યો છે, સંયોગવિશેષમાં તેનો (નિષેધનો) નિષેધ કરવા દ્વારા તે વસ્તુનું વિધાન પણ કર્યું છે. આ રીતે વિધાન અને નિષેધ; નિષેધ અને વિધાનથી સંવલિત જ હોય છે. તેથી જેનો નિષેધ કરાયો છે; તેમાં હજારો કારણે પણ પરાવર્તન ન થાય : એ કહેવાનું બરાબર નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ
જ્યારે મુખ્ય સ્વરૂપે કોઈના વિધિ કે નિષેધ જણાવાય છે, ત્યારે ગૌણરૂપે તેના નિષેધ કે વિધિને સાથે જ જણાવાય છે. અન્યથા એકાન્ત વિધિ કે નિષેધનું જ પ્રતિપાદન કરાય તો અનેકાન્તવાદની મર્યાદાના અતિક્રમણનો પ્રસંગ આવશે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા કોઈ પણ શાસ્ત્રકાર પરમર્ષિઓ અનેકાતવાદની મર્યાદાનું અતિક્રમણ ન જ કરે – એ સમજી શકાય છે. ઉત્સર્ગ અને અપવાદ પરસ્પર સંવલિત જ ગૌણમુખ્યભાવે જણાવાય છે. આવા વખતે પોતાની યોગ્યતાદિનો વિચાર કરી મુમુક્ષુઓએ વ્યાપારી માણસની જેમ પ્રવૃત્તિ કરવી જોઈએ. લાભ અને નુક્સાનનો વિચાર કરી વ્યાપારી માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતા હોય છે. તેમ મુમુક્ષુ જનોએ પણ જેમાં કર્મનિર્જરા ઘણી થાય છે એમાં પ્રવૃત્તિ કરવી જોઈએ અને જેમાં કર્મબન્ધ થાય છે એનાથી નિવૃત્ત થવું જોઈએ. અનેકાન્તવાદની મર્યાદાનું પાલન કરવાથી જેમાં ઉત્સર્ગઅપવાદાદિનું સંવલિતત્વ (પરસ્પર સાપેક્ષતા) હોય છે, તેમાં જ પ્રામાણ્ય મનાય છે, નિશ્ચયથી અન્યત્ર પ્રામાણ્ય મનાતું નથી. ઉપદેશરહસ્યમાં આ વિષયમાં વિસ્તારથી નિરૂપણ કરેલું છે. જિજ્ઞાસુઓએ તેનું અધ્યયન કરી લેવું જોઈએ. ૩-પા