________________
ત્રીજાએ કર્યું...આ રીતે જડતાપૂર્વક કોઈ પણ આચરણ કરાય તો અંધપરંપરાની શક્કા ઉચિત જ છે. પરંતુ તેવા પ્રકારના શિષ્ટ પુરુષોના આચરણમાં આગમમૂલકતાનું અનુમાન કરીને (એ આચરણને આગમમૂલક માનીને) એ આચરણથી, મહાજનો દ્વારા અનુસરાયેલા માર્ગમાં પ્રવૃત્તિ કરનારા માર્ગાનુસારી-પુરુષો માટે ‘અબ્ધપરંપરા'ની શક્કા કરવાનું ઉચિત નથી.
“આ આચરણ આગમમૂલક છે કારણ કે તે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્યોએ આચર્યું છે.' - આ પ્રમાણે શિષ્ટોના આચરણમાં આગમમૂલકતાનું અનુમાન કરીને શિષ્ટોના આચરણથી પ્રવૃત્તિ કરનારને “અબ્ધપરંપરાનો દોષ નથી. પરન્તુ માત્ર આગમમૂલકતાનું અનુમાન કરીને શિષ્ટ પુરુષોના આચરણથી અન્ય લોકો તે આચરણમાં પ્રવૃત્તિ નહિ કરી શકે, કારણ કે પ્રવૃત્તિની પ્રત્યે ઈષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. આગમમૂલકત્વનું જ્ઞાન થયા પછી પણ ઈષ્ટસાધનતાનું જ્ઞાન નહિ હોય તો આગમમૂલક પણ આચરણમાં પ્રવૃત્તિ નહિ થાય. તેથી શ્લોકમાંના ગામમૂતાનનુમાય આ પદોનો અર્થ સ્પષ્ટ કરાય છે-ડ્રત્યે વાત્ર...ઇત્યાદિ ગ્રન્થથી. આશય સ્પષ્ટ છે કે શિષ્ટપુરુષો જે આચરણ કરે છે તે આગમમાં જણાવેલા ઈષ્ટનું સાધન છે. દા. ત. સંયમનું પાલન. શિષ્ટજનો સંયમપાલનાદિ જે અનુષ્ઠાન કરે છે તે ઈષ્ટનાં સાધન છે. જો તે ઈષ્ટનાં સાધન ન હોત તો શિષ્ટ જનો તેનું આચરણ ન કરત. - આ રીતે શિષ્ટ જનોના આચરણમાં આગમ દ્વારા જણાવાયેલી ઈષ્ટસાધનતાનું અનુમાન કરીને અન્ય જનો; મહાજનો દ્વારા અનુસરાયેલા માર્ગમાં પ્રવૃત્તિ