Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ યદ્યપિ વ્યવસ્થિત છે, તેમના માટે તે પ્રત્યક્ષ છે, પરન્તુ શિષ્ટાચરણને જોઈને પ્રવૃત્તિ કરનારાને વ્યવસ્થિત તે આગમની ઉપસ્થિતિ નથી. તેથી અનુપસ્થિત આગમથી વિધ્યર્થઈષ્ટસાધનતાનો બોધ શક્ય નથી. શિષ્ટાચરણથી આગમમૂલકતાદિનું અનુમાન કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરનારાને આગમની ઉપસ્થિતિ યદ્યપિ છે; પરંતુ શિષ્ટાચરણમાં આગમમૂલતાનું જે અનુમાન કરાય છે, તે સામાન્યથી જ આગમનું અનુમાન કરાય છે, ચોક્કસ અક્ષરોવાળા વિશેષ આગમનું અનુમાન કરાતું નથી. તેથી શિષ્ટાચરણસ્થળે આગમથી (કલ્પિત આગમથી) વિધ્યર્થ-ઈષ્ટસાધનતાનો બોધ શક્ય નથી. અને તેથી ઉપર જણાવ્યા મુજબ શબ્દસાધારણ્યનો પ્રસંગ પણ આવતો નથી. આથી સ્પષ્ટ છે કે શિષ્ટપુરુષોનું આચરણ પણ માર્ગ છે. તે મુજબ અન્યત્ર કહ્યું છે કે- આચરણા (શિષ્ટાચરણ) પણ આજ્ઞા (માર્ગ ) છે. શિષ્ટ- સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ- એવા મહાત્માઓના આચરણને જોઈને; તેમાં અવિસંવાદી (ચોક્કસ ફળને આપનારું) ઇષ્ટ-સાધનતાનું જ્ઞાન કરવા દ્વારા તે આચરણથી પ્રવૃત્તિ શક્ય છે. તેમ જ તેમાં અવિસંવાદિત્વ હોવાથી અધપરંપરાની શક્કાનો પણ સંભવ નથી. તેથી આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા નથી. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શિષ્ટાચરણ એ એક જાતનો મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞભગવાનના શબ્દો જેમ પ્રવર્તક છે, તેમ મુમુક્ષુઓને મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરાવવાનું કાર્ય શિષ્ટાચરણથી પણ થાય છે. શિષ્ટાચરણમાં

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66