________________
આ
આવે છે.'' આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શ્રીસર્વજ્ઞપરમાત્માના પરમતારક વિધિસ્વરૂપ શબ્દથી(આગમથી) વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનો બોધ સાક્ષાત્ થાય છે. શિષ્ટાચારમાં તો આગમમૂલકતાનું અનુમાન કરીને વિધ્યર્થબોધની કલ્પના કરાય છે. ‘આ આચરણ શિષ્ટપુરુષોનું હોવાથી આગમમૂલક છે અને શિષ્ટપુરુષો આ આચરતા હોવાથી તે ઇસાધન છે.’ રીતે આગમમૂલકતાનું અનુમાન કર્યા પછી શિષ્ટ જનોના આચરણથી પ્રવૃત્તિ થવા પૂર્વે વિધ્યર્થ(ઇષ્ટસાધનતા)ના બોધની કલ્પના કરવી પડે છે. તે દ્વારા ત્યાં તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે. ભગવાનના વચનથી તો વિધ્યર્થનો બોધ તુરત જ થતો હોવાથી શબ્દમાં(આગમમાં) પ્રવર્તકતા વ્યવધાન વિના છે અને શિષ્ટાચરણમાં પ્રવર્તકતા વ્યવધાન સાથે છે. તેથી ઉપર જણાવ્યા મુજબ શિષ્ટાચરણમાં પ્રવર્તકતા શબ્દસાધારણ (આગમની પ્રવર્તકતા જેવી) નથી.
-
યદ્યપિ શિષ્ટાચરણમાં આગમમૂલતાનું અનુમાન કરીને; જે કલ્પિત આગમ છે તે આગમથી જ ઇષ્ટસાધનતાનો બોધ કરી લેવાથી પ્રવર્તકતામાં વ્યવધાન નહિ રહે અને તેથી શબ્દ સાધારણ્યનો (આગમ જેવી જ પ્રવર્તકતા માનવાનો) પ્રસંગ આવશે; પરન્તુ આગમ પ્રત્યક્ષ ન હોવાથી; કલ્પિત આગમ વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનો બોધ કરાવી શકશે નહિ. તેથી શિષ્ટાચારમાં પ્રવર્તકતા વિધ્યર્થબોધકલ્પનાદ્વારના વ્યવધાનયુક્ત હોવાથી શબ્દસાધારણ્યનો પ્રસંગ આવશે નહિ. શિષ્ટ જનો જે આચરણ કરે છે તે આગમમૂલક છે. તે આચરણસંબન્ધી આગમ