Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ આગમમૂલકત્વનું અને ઇષ્ટસાધનત્વનું અનુમાન કરીને શિષ્ટજનોએ અનુસરેલા માર્ગમાં મુમુક્ષુ આત્માઓ પ્રવૃત્તિ કરે છે. શિષ્યોના આચરણમાં આ રીતે પ્રવર્તકતા રહેલી છે. અહીં ચપિ આગમમૂલકતાના અનુમાનની જરૂર નથી. કારણ કે શિષ્ટોનું આચરણ; શિષ્યોનું હોવાથી એ અવિસંવાદી ઇષ્ટનું સાધન છે, એમ સમજીને મુમુક્ષુ આત્માઓની પ્રવૃત્તિ તેમાં થઈ શકે છે. તેથી તેમાં આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા નથી. પરન્તુ આ જ આશયથી શંકાનું સમાધાન કરતાં વસ્તુત ૩૫ત્તિન.... ઇત્યાદિ ગ્રન્થથી જણાવ્યું છે કે - ઉપપત્તિક(અવિસંવાદી) એવા શિષ્ટાચારથી વિધ્યર્થઇષ્ટસાધનતાનું જ્ઞાન (અનુમાન) કરીને શિષ્ટ જનોના આચરણમાં પ્રવર્તકતા સિદ્ધ થઈ જાય છે. તેથી શિષ્ટાચારમાં આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા યદ્યપિ નથી; પરન્તુ આગમમૂલકતાનું અનુમાન કરવાથી ભગવાનની પ્રત્યેના બહુમાનથી પરમાત્માની સાથે સમાપત્તિ (પરમાત્માના પરમતારક વચનની સાથે એકરૂપતા) પ્રાપ્ત થાય છે. આ સમાપત્તિની પ્રાપ્તિ માટે શ્લોકમાં આગમમૂલકતાના અનુમાનને શિષ્ટાચારમાં કરવાનું ફરમાવ્યું છે...ઇત્યાદિ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. ‘દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકા:' જેવા ગ્રન્થના પરિશીલનમાં આથી વધારે સરળ કરવાનું શક્ય નથી. અક્ષરશ: ગ્રન્થના અર્થને સમજાવતી વખતે દાર્શનિક પરિભાષાનો ઉપયોગ કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. મુખ્યપણે આવા ગ્રન્થોનું પરિશીલન દાર્શનિકભાષાના પરિચિતો માટે છે. બીજા લોકોને અહીં જણાવેલી ૧૧ -

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66